કાચા માલના ભાવોમાં થયેલા વધારાની અસર, શાકભાજી, બેસન, ઘી-ખાંડ, ખાદ્યતેલ, ગરમ મસાલાના ભાવોમાં સરેરાશ 10 ટકાનો વધારાથી ધાબા પાર્ટીઓનો ખર્ચ વધશે

હરિશ પવાર
પતંગરસિકોના ઉત્સાહપર્વ ઉત્તરાયણને આડે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે. ત્યારે ઉત્તરાયણની ઉજવણી ઉંધીયા-જલેબીની જયાફત વિના અધુરી રહેતી હોઇ પર્વપ્રિય સિહોરવાસીઓ પતંગ ચગાવવાની સાથોસાથ પારિવારિક કે સામુહિક ઉંધીયા પાર્ટીના આયોજનો ગેઠવીને પર્વની ઉત્સાહપૂર્ણ ઉજવણી કરે છે. જોકે શાકભાજી, ખાંડ, ખાદ્યતેલ,ઘી,બેસન, ગરમ મસાલાના ભાવોમાં સરેરાશ ૧૦ ટકાના વધારાથી ચરોતરવાસીઓને ઉંધીયા-જલેબીની મિજબાની મોંઘી પડશે સિંહોર સહિત તાલુકામાં જુદા-જુદા પર્વોની ધાર્મિક-સામાજીક મહાત્મ્ય અનુસાર ઉજવણી કરવામા આવતી હોય છે.

ત્યારે મકરસંક્રાન્તિ પર્વને લઇને  શહેરી-ગ્રામ્ય વિસ્તારોના બજારોમાં પતંગ-દોરીઓ, પીપુડા-બ્યુગલ, ગુંદરટેપ, ગોગલ્સ, ટોપી-કેપની સાથોસાથ ઉંધીયા-જલેબીની દુકાનો પણ મંડાઇ ગઇ છે. ચટાકેદાર ઉંધીયુ તૈયારીની શરૂઆત થઈ ગઈ છે શાકભાજી પાકમાં પ્રતિકૂળ હવામાન, માવઠાએ વિઘ્ન નાંખતા ઉત્પાદન ઘટતા મોટાભાગના શાકભાજીની કિંમતોમા વધારો થયો છે. સાથોસાથ ઉંધીયા માટે સુરતી પાપડી, ખાંડ-ખાદ્યતેલ, ઘી-ગોળ, ગરમ મસાલા સહિતના કાચા માલના ભાવોમાં સરેરાશ ૧૦ ટકાના વધારો સર્જાતા ઉંધીયા-જલેબીનુ ઉત્પાદન પણ ખર્ચાળ બની રહેતુ હોઇ વીતેલા વર્ષોની અપેક્ષાએ ઉત્સવપ્રેમીઓને ઉંધીયા-જલેબી, ખાણીપીણીની મિજબાની મોંઘી સાબિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here