આપની યાત્રા શુભ રહે: સિહોરથી ૯૦૦ થી વધુ પરપ્રાંતીય શ્રમિકો ઉત્તરપ્રદેશ જવા રવાના

હરેશ પવાર
લોકડાઉનના કારણે સિહોર અને જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં પરપ્રાંતિયો માટે સરકારે વતન જવાની આપવાની સાથે પરપ્રાંતના મજૂરોએ પોતાના વતન તરફ જવાની દોટ મૂકી છે જેના ભાગરૂપે સિહોર વિસ્તારમાંથી આજે ૨૧ મીની ખાનગી બસો દ્વારા ૯૦૦ થી વધુ શ્રમિકોને ભાવનગર રેલવે સ્ટેશન ખાતે રવાના કરાયા હતા જ્યાંથી સ્પે ટ્રેન દ્વારા આ પરપ્રાંતિયો ઉત્તરપ્રદેશ રવાના થશે સિહોર અને આજુબાજુ વિસ્તારમાં સૌથી વધુ રોલિંગમિલો ઇન્ડસ્ટ્રીઝ સાથે શ્રમિકો જોડાયા છે ખાસ કરીને જીઆઇડીસી વિસ્તારમાં રોલિંગમિલો અને સળિયા ફેક્ટરીઓમાં પરપ્રાંતના શ્રમિકો નો સૌથી વધુ કામ રહ્યું છે અને મજૂરો મોટા પ્રમાણમાં કામ કરે છે.

લોકડાઉનના કારણે આ શ્રમિકો પાસે રોજગારી નો સૌથી મોટો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે ત્યારે પૈસાના અભાવે અને સલામતી જોખમાતા હવે વતનમાં જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તેથી અનેક મજુર અનેક શ્રમિકો આજે સિહોરની મામલદાર કચેરી ખાતેથી તેઓને ઉત્તરપ્રદેશ મોકલવામાં આવ્યા છે ભાવનગર સુધીની સ્પે ૨૧ બસો દ્વારા ૯૦૦ જેટલા શ્રમિકો અહીંથી રવાના થયા છે સરકારની જાહેરાત બાદ શ્રમિકોને તેમના વતનમાં મોકલવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ તમામ શ્રમિકો ના મેડીકલ ચેક અપ કરીને તેમને ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે સિહોર સાથે જિલ્લામાં પરપ્રાંતિય લોકોની સંખ્યા ખૂબ મોટી છે તંત્ર અને પ્રશાસન દ્વારા વ્યવસ્થાઓ કરવામા આવી રહી છે પરપ્રાંતિય લોકો સ્વ ખર્ચે જઈ રહ્યા છે ત્યારે અગાઉ પણ ભાવનગરથી ટ્રેનો રવાના થઈ છે અને હજુ પણ બુકીંગમાં ઘસારો રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here