સ્વ.જયદીપસિંહ (શક્તિસિંહ) કાનાભાઇ ચૌહાણની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે ઉસરડ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો


મિલન કુવાડિયા
હાલના કોરોના સમયમાં લોહીની ખૂબ જરૂરિયાતો ઉભી થતી રહે છે જેથી વિવિધ સમાજો સંગઠનો અને સામાજિક સંસ્થાઓ ક્રમશ રક્તદાન કેમ્પનું આયોજન કરે છે ત્યારે સિહોર નજીકના ઉસરડ ગામે રક્તદાન શિબિર યોજાઈ ગઈ ઉસરડ ગામના સ્વ.જયદીપસિંહ (શક્તિસિંહ) કાનાભાઇ ચૌહાણની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો સ્વ જયદીપસિંહ પરિવાર આયોજિત રક્તદાન કેમ્પમા 53 જેટલી લોહીની બોટલો એકત્રિત થઇ હતી આ કાર્યક્રમને લઈ નાનકડા ગામમાં રક્તદાન અંગે લોકજાગૃતિ વધી અને સમાજને એક સંદેશ મળ્યો.

આપણે આવા પ્રસંગે આવા સામાજિક કાર્ય કરી બીજાને પણ જીવનદાન આપી શકીએ છીએ આ અંગે સર.ટી હોસ્પીટલ બ્લડબેન્ક દ્વારા પણ પરિવારના આ કાર્યની સરાહના કરવામા આવી હતી આવા સમાજ ઉપયોગી કાર્ય થકી જ આપણે ખરેખર સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી શકીએ પરિવારની ભાવના હતી જે ખરેખર મૂલ્યવાન કહેવાય તથા સૌએ બીજા દાન-પણ્ય ની સાથે સાથે રક્તદાન કે જેને આપણે મહાદાન કહીએ છીએ એને પણ નૈતિક ફરજ સમજી આગળ આવી આવા કાર્યો પણ ચોક્કસ કરવા જ જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here