ઉત્તરાયણ ઉપાદીઓ શરૂ, સિહોર પાલિકાના કર્મીએ પતંગ દોરથી ઈજાગ્રસ્ત કબૂતર બચાવ્યું
હરેશ પવાર
ઉત્તરાયણની ઉપાદીઓ શરૂ થઈ ચૂકી પતંગોના સ્ટોલો બજારમાં લાગી ચુક્યા છે રિલોના ચરખા ફરવા લાગ્યા છે હાલ મંદીનો માહોલ છે પરંતુ નજીક ઉત્તરાયણમાં તેજીની આશાઓ સાથે વેપારીઓ તૈયારીઓમાં લાગી ચુક્યા છે સાથે પતંગો પણ આકાશમાં ઉડવા લાગી છે અને બીજી તરફ પક્ષીઓને હેરાનગતિઓ શરૂ થઈ છે ત્યારે સિહોર નગરપાલિકા ના કર્મચારી જીગ્નેશભાઈ વાળંદની એક સરાહનીય કામગીરી જોવા મળી છે જેમાં મોટા ચોક પાસે એક કબૂતર કોઈ વાળા દોરા કે વાયર માં ફસાઈ જતા જીગ્નેશ ભાઈ આણંદ દ્વારા સરાહનીય કામગીરી જોવા મળી છે અને આ કબૂતર નો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો ખરેખર તેમને સરાહનીય કામગીરીને ધન્યવાદ છે.