1000 વાર દોરી ઘસવાનો ભાવ રૂા. 40 થી 50
દેવરાજ બુધેલીયા
ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ સિહોર અને પંથકમાં અસંખ્ય સ્થળો પર પતંગ દોરીના સ્ટોલો લાગ્યા છે કેટલાક પતંગ રસિયાઓએ અત્યારથી જ ઉત્તરાયણની તૈયારીઓનો આરંભ કરી દીધો છે. હાલ ૧૦૦૦ વાર દોરી ઘસવાની મજુરી ૪૦ થી ૫૦ રૂા. ચાલી રહી છે. જો કે જેમ-જેમ પર્વ નજીક આવશે તેમ-તેમ ઘરાકી વધતા ભાવમાં વધારો થશે તેવું લોકો માની રહ્યા છે બાળકો તથા મોટેરાઓમાં અતિપ્રિય એવા ઉત્તરાયણ પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં પતંગ તથા દોરીની હાટડીઓ શરૂ થઈ ગઈ છે. પતંગ દોરીની હાટડીઓની સાથે ડેરા-તંબુ તાણી દીધા છે.
કેટલાક પતંગ રસિયાઓએ અત્યારથી જ ઉત્તરાયણ પર્વની તૈયારીઓનો આરંભ કરી દીધો છે. કેટલાક પતંગ રસિયાઓ પોતાને મનગમે તે રીતે દોરી ઘસાવી શકે તેથી પખવાડિયા પહેલા જ પોતાની પસંદગી મુજબ દોરી ઘસાવી તૈયારી કરી દીધી છે. જો કે હાલ દોરી ઘસવાની મજુરી રૂા.૪૦ થી ૫૦ પ્રતિ હજાર વારનો ભાવ ચાલી રહ્યો છે. પરંતુ પર્વ નજીક આવતા જેમ-જેમ ઘરાકી નીકળશે તેમ-તેમ દોરી ઘસવાની મજુરીમાં ભાવવધારો થશે જેમ જેમ પર્વ નજીક આવશે તેમ-તેમ ઘરાકી વધશે તેવી આશા રાખી રહ્યા છે.