મેઈન બજારમાં ઠેર-ઠેર વેચાશે ઊંધયુ, મોંટા ભાગના રસોડે તાળા હોય પરિવારજનો રેડીમેડ ઉંધીયુ,પુરી સહિતની ખાદ્ય સામગ્રીઓ મંગાવવાના મૂડમાં
દેવરાજ બુધેલીયા
સિહોર શહેર અને જીલ્લામાં આવતીકાલે ગુરૂવારે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવશે. શિયાળાની ઋુતુમાં એકબાજુ લીલા શાકભાજી છુટથી વેચાતા હોય ત્યારે ઉત્તરાયણના પર્વે અત્ર,તત્ર અને સર્વત્ર ઉંધીયાની મિજબાની જામતી હોય છે. આમ તો તમામ શાકભાજી બારે માસ મળતા હોય છે પણ શિયાળા જેવી ઉંધીયાની મજા આવે નહિ.એક અંદાજ મુજબ આ પર્વે હજજારો કિલો ઉંધીયુ સ્વાદરસિકો ટેશથી ખાઈ જશે.
મકર સંક્રાતિ પર્વે ઉંધીયાનું ટર્નઓવર અન્ય વાનગીઓના વેચાણને પણ પાડી દે તેવુ હોય છે. સામાન્ય રીતે શનિવાર, રવીવારે અને તહેવારોમાં મોટા ભાગના રસોડે અલીગઢી તાળા હોય છે તે જ રીતે ખીહરમાં પરિવારજનો અગાશી,ધાાબા કે છાપરાઓ પર પતંગ પર્વની મોજ માણતા હોય છે ત્યારે મોટા ભાગના પરિવારો પણ બહારથી તૈયાર ઉંધીયુ,પુરી સહિતની ખાદ્ય સામગ્રીઓ મંગાવવાના મૂડમાં હોય છે.
રાજયના અન્ય મહાનગરોની જેમ સિહોરમાં પણ વર્ષોથી શરદ પૂર્ણિમા સહિતના નામી તહેવારોની જેમ સંક્રાંતિના દિવસે પણ ઉંધીયાની ઘેર ઘેર પાર્ટી થશે. શહેરના નામી અનામી મીઠાઈ,ફરસાણના વિક્રેતાઓ તેમજ રસોયાઓ દ્વારા મકરસંક્રાંતિના પર્વે ખાસ ખાસ કિસ્સામાં જાહેર સ્થળોએ મંડપ કે સ્ટોલ ખડા કરશે ચાલુ વર્ષે ખાદ્યતેલ તેમજ લીલા શાકભાજી અને મસાલા મોંઘા બન્યા છે એટલુ જ નહિ કારીગરોની મજુરી વધી ગઈ હોય ઉંધીયાના ભાવ વધારવા વિક્રેતાઓ મજબૂર બને છે.