શહેરના છેવાડાના વિસ્તારો સુધી હેપ્પી ગ્રુપનું સરાહનીય કાર્ય : હેપ્પી ગ્રુપના યુવાનો લોકોને જાગૃત કરી રસી લેવા અનુરોધ કરે છે

બ્રિજેશ ગોસ્વામી
સિહોર ખાતે યુવાનોનું હેપ્પી ગ્રુપ ખુબજ સરાહનીય કાર્ય છે હેપ્પી ગ્રુપ જુદા જુદા લોક જાગૃતિ/જન કલ્યાણના કાર્યક્રમો કરી રહ્યું છે શહેરના સ્લમ વિસ્તાર ગણાતા એવા જુના સિહોર વિસ્તારમાં સુખનાથ મહાદેવ, રામનાથ વિસ્તાર, ટાણા રોડ,ભરવાડપા વગેરે વિસ્તારના નાગરિકો ને કોરોના રસી નજીકમાં મળી

રહે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિહોરના સહયોગથી સુખનાથ મહાદેવ પાસે આવેલ રામદેવપીરના મંદિર પરિસરમાં સિહોરના યુવાનોનું હેપ્પી ગ્રુપ દ્વારા રસીકરણ કૅમ્પ યોજવામાં આવેલ અહીં લોકોને જાગૃત માટે માહિતી તેમજ માર્ગદર્શન સાથે પત્રિકા વિતરણ કરાયું હતું.રસી લેવાના ફાયદા તથા દરેક નાગરિકોએ ફરજિયાત રસી લેવી વગેરે જેવી બાબતો સમજાવવામાં આવી હતી.

આ કેમ્પને સફળ બનાવવા વિજયભાઈ વ્યાસ, યુવરાજ રાવ, અનિલભાઈ પ્રબતાણી, રાજુ ગોહિલ, માનસંગભાઈ ડોડીયા, ધવલ પલાણીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી, આ કેમ્પમાં સિહોર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બસ્સોથી વધુ નાગરિકોને કોરોના રસી મુકવામાં આવી હતી.તેમજ પ્રથમ ડોઝ વેક્સિન ડોઝ લેનાર ને શુદ્ધ એક કિલો કપાસિયા તેલ નું પાઉચ પણ આપવા માં આવેલ સ્લમ વિસ્તાર માં પ્રથમ કેમ્પમાં પણ મોટી સંખ્યામાં વેક્સિન ડોઝ લીધા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here