વૈભવી કાર ચોરી અડધી કિંમતે વેચી નાંખવાના કૌભાંડનો પર્દાફાશ : વડોદરા પોલીસે આઠ વૈભવી કાર કબ્જે કરી : અમદાવાદના ગુડ્ડુ અંસારી અને રાજસ્થાનના શકિલની શોધ : મૂળ સિહોરના સુરકા ગામનો વતની હાલ વડોદરાના અકોટામાં રહેતા તરૂણ નાથાણીને દિલ્હી પોલીસે ઝડપી લીધા બાદ જબરૂ કૌભાંડ બહાર આવ્યુ : રાજસ્થાની શખ્સે દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનથી વૈભવી કાર ચોરી કરી

મિલન કુવાડિયા
સિહોરના મોટા સુરકા ગામનો તરૂણ નાથાણી ૧૦૦ જેટલી વૈભવી કાર ચોરી પ્રકરણમાં અને અડધી કિંમતે વેચવાના કાંડમાં ગિરફ્તાર થયો છે દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાથી કાર ચોરી ખોટા દસ્તાવેજો બનાવી વેચી દેતા આંતરરાજ્ય ઠગ ગેંગમાં સૂત્રધાર હતો ચોરેલી કાર અડધી કિંમતે વેચતા તરૃણ નાથાણીએ વડોદરા શહેરમાં વેચેલી ૮ કાર પોલીસે કબ્જે કરી છે દિલ્હી, રાજસ્થાન પંજાબ હરિયાણા તથા અન્ય રાજયોમાંથી ચોરાયેલી કાર બોગસ દસ્તાવેજોના આધારે  અડધી કિંમતમાં વેચી દેવાતી હતી.

કાર ચોરીના આંતર રાજ્ય કૌભાંડમાં સામેલ વડોદરાનો યુવક દિલ્હી પોલીસના હાથે પકડાયો હતો. આ કેસની તપાસ દરમ્યાન વડોદરા પીસીબી પોલીસે  ૮ કાર કબ્જે લીધી છે સમગ્ર મામલે સિહોરના મોટા સુરકા ગામનો તરૂણ નાથાણી પણ પોલીસના હાથે ઝડપાયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here