તેજસ્વી તારલાઓનું સન્માન
દેવરાજ બુધેલિયા
સિહોરના વળાવડની શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય ખાતે ગત તા ૯-૪-૨૨ને શનિવારના રોજ સિહોર તાલુકાની આસપાસની પ્રાથમિક શાળામાં જઈને ધો-૮ ના વિદ્યાર્થીઓની મુલાકાત લઈ ગણિત-વિજ્ઞાન -અંગ્રેજી વિષયની અભિયોગ્યતા કસોટી લેવામાં આવી હતી. જેમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રથમ- દ્વિતીય- તૃતીય નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી પ્રોત્સાહિત ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા.
તથા વાલીગણનુ સ્વાગત કરવામાં આવ્યું. વાલી સાથે વિદ્યાર્થીઓએ શાળાની મુલાકાત લીધી. તેઓ સંસ્થામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિ તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિશે માહિતગાર બન્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય ફાધર વિનોદ અને સમગ્ર સ્ટાફ ગમે ખુબજ જહેમત ઉઠાવી હતી. અંતે આવેલ વિદ્યાર્થીઓએ પોતાના અભિપ્રાયો રજુ કર્યા હતા. આચાર્ય ફાધર વિનોદે સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો.