ગોહિલવાડની ધરાને મેઘરાજાનું આલિંગન, જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ, સિહોર મહુવા ગારીયાધાર જેસર તળાજામાં ઝાપટા, ઉમરાળા વલ્લભીપુર ઘોઘા ભાવનગરમાં સુપડાધારે મેઘમહેર

હરેશ પવાર બ્રિજેશ ગૌસ્વામી
સિહોરમાં વરસાદી ઝાપટાઓ વચ્ચે જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી છે જેને લઈ ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે સારો એવો વરસાદ પડ્યો છે. આજે સૌથી વધુ વરસાદ વલ્લભીપુરમાં અને ભાવનગરમાં પડ્યો છે. ભાવનગરમાં આજે સવારે ગાજવીજ સાથે આભ ફાટ્યું હોય તેમ વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસેલા વરસાદે તંત્રની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખોલી હતી છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત વાતાવરણમાં પલ્ટો દેખાઈ છે ગરમીથી લોકોને રાહત મળી છે આજે સવારથી જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો જોવા મળતો હતો સિંહોરમાં વરસાદી ઝાપટાઓ વચ્ચે ઉમરાળા વલ્લભીપુર અને ભાવનગરમાં બે કલાક જેટલા સમયગાળામાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ અંદાજે પડી જતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. આ વરસાદના લીધે કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા તો અમુક વિસ્તારમાં દુકાનોમાં અને ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા. આ સિવાય સિહોર સાથે મહુવા ગારીયાધાર જેસર તળાજા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ ઝાપટાઓ પડ્યા છે કેટલાક જળાશયોમાં નવાનિરની પણ આવક થઈ છે વરસાદને લઈ વાતાવરણ ઠંડુગાર બની ગયું છે જિલ્લા અને રાજ્યના ઘણાં વિસ્તારોમા છેલ્લા ૬ દિવસથી વરસાદ વરસે છે ત્યારે આગામી ૫ દિવસ સુધી હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવો વરસાદ પડશે અને ભારે પવન ફૂંકાશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ આગાહી મુજબ હળવોથી મધ્યમ વરસાદ વરસશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here