વરલ ગામના પ્રદીપ અને જીગ્નેશ બન્ને ગામની થોડે દુર મંદિરે દર્શન કરવાનું કહી શૈલેષને લઈ જઈ છરી બતાવી ફિલ્મી ઢબ્બે ઘટનાને અંજામ આપ્યો, ૨૫ હજાર લૂંટી લીધા, બનાવને લઈ પોલીસ અધિકારી કે.ડી ગોહિલ અને ટીમ દ્વારા તપાસનો ધમ-ધમાટ
દેવરાજ બુધેલીયા
સિહોર તાલુકાના વરલ ગામના બે યુવકોએ આજના ગામના યુવકને દર્શન કરવા જવાનું કહી નિર્જન સ્થળે લઈ જઈ છરી વડે હુમલો કરી ફિલ્મી ઢબ્બે રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા બનાવને લઈ ભારે ચકચાર મચી છે એક તરફ પોલીસ લોકડાઉનનો અમલ કરવા મથામણ કરી રહી છે ત્યારે ગઇકાલે વરલ ગામે બનેલી લુંટના બનાવમાં પોલીસ ઘટનાના મૂળ સુધી કલાકોમાં પોહચી ગઈ છે વાત એવી છે કે વરલ ગામે રહેતા શૈલેષ મકવાણાએ આજ ગામના પ્રદીપ ચૌહાણ અને જીગ્નેશ મકવાણા વિરોધમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોતે પોતાનું બાઈક લઈ સિહોરથી પોતાના ગામ વરલ તરફ જતો હતો તે દરમિયાન પંચર પડતા પોતે પંચર કરાવતા હતા ત્યારે પ્રદીપ અને જીગ્નેશ આવીને શૈલેષને કહ્યું ‘ચાલ આપડે ખોડિયાર મંદિર દર્શન કરવા જઇએ’ તેમ કહી મંદિર બાજુ નિર્જન સ્થળે લઈ જઇ છરી બતાવી ખિસ્સામાંથી જે કંઈ હોઈ તે આપી દેવાનું કહી છરી વડે હુમલો કરી ધક્કો મારી પછાડી ખિસ્સામાં રહેલા રૂપિયા ૨૫૦૦૦ લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા શૈલેષે નોંધાવેલ ફરિયાદના પગલે સિહોર પોલીસના અધિકારી કે.ડી ગોહિલ દ્વારા ગુનો નોંધી તપાસ આદરી છે બનાવને લઈ સિહોર પોલીસનો મસમોટો કાફલો વરલ ગામે ઘટના સ્થળે પોહચી તપાસનો ધમ-ધમાટ આદર્યો છે અને ઘટનાને અંજામ આપનાર પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.