કચરાના ઢગલામાંથી મોટી સંખ્યામાં આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમ મળી આવ્યા, કોઈ મોટી ગેરરીતિની આશંકા, જવાબદારો રીતસર શાખા બંધ કરી ભાગ્યા

હરેશ પવાર : બ્રિજેશ ગૌસ્વામી

સિહોર તાલુકાના વરલ ગામે આજે આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા ખોલાયેલા જનધન ખાતાના એટીએમ કાર્ડ બિનવારસી ફેંકી દીધેલી હાલતમાં જથ્થો મળી આવતા ચકચાર મચી છે.આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.જ્યારે અનેક લોકો પોતાના ખાતાના એટીએમની રાહ જોતા હતા બિનવારસી મળી આવતા કોઈ મોટા સ્કેન્ડલ ની આશંકા વ્યક્ત થઈ રહી છે વરલ ગામેથી રોડ પર આજે સવારે કચરામાંથી બિનવારસી મોટી સંખ્યામાં પડેલા એટીએમ કાર્ડ પડેલા મળ્યા હતા.

બિનવારસી એટીએમ કાર્ડ મળવાની ખબરથી આઇસીઆઇસીઆઇ બેન્ક તંત્રમાં હડકંપ મચી ગઇ હતી. મહત્વનું છે કે ગામડાના ગરીબ લોકો સાથે જોડાયેલી પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત બેન્ક ખાતાઓ ખોલ્યા પછી કાર્ડને ગામો સુધી પહોંચાડવામાં આવે છે ૨૦૧૭માં ઇશ્યૂ થયેલા આ કાર્ડ બેંક ખાતાધારકો પાસે મોકલવામાં આવ્યા હતા. પરંતુ બેન્ક પ્રશાસની બેદરકારીના કારણે આવું થયું હોવાનું સામે આવ્યું છે જ્યારે લોકોએ બંધ કવરમાં એટીએમ કાર્ડ કચરામાંમાં પડેલા જોયા તો મીડિયાને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે બેન્ક અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે વરલ ગામે આજે બિનવારસી હાલતમાં ફેંકી દેવાયેલો આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમનો જથ્થો મળી આવતા ચકચાર મચી હતી.

આ જથ્થામાં અનેક એવા એટીએમ રઝળતા મળ્યા હતા જેની રાહ ગામના અનેક લોકો લાંબા સમયથી જોઈ રહ્યા હતા.આ બનાવ ને લઈ લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.જેમાં ગ્રાહકોના આ એટીએમ કાર્ડનો દૂર ઉપયોગ કરવામાં આવ્યો હોય અને જેમાં બેન્ક કર્મીઓ પણ સામેલ હોય તેવી આશંકા વ્યક્ત કરી હતી. જ્યારે લોકો આ અંગે બેંકમાં પૂછવા જતા આઈસીઆઈસીઆઈ બેન્ક ના કર્મચારીઓ ચાલુ દિવસે બેન્ક બંધ કરી નાસી છૂટ્યા હતા.બેન્ક કર્મી ના આ પગલાં થી લોકોને તેમના બેંકના ખાતામાં ભારે ગોલમાલ થઈ હોય તેવી આશંકા વ્યક્ત કરી હતી.

બોક્સ

વરલ આઇસીઆઇસીઆઇ બેન્ક શાખા મિનિટોમાં તાળા લાગી ગયા

એટીએમ મળવાના પગલે મીડિયાએ શાખાની મુલાકાત લેતા જવાબદાર અધિકારીઓ રીતસર રફરૂચક્કર થયા હતા અને પોતાની જવાબદારીથી ભાગ્યા હતા બનાવને પગલે મોટા સ્કેન્ડલની આશંકાઓ સેવાઈ રહી છે અને શાખાને શટર પાડીને તાળું મારી દેવાયું હતું


કચરાના ઢગલામાંથી પોતાના નામના કાર્ડ માટે લોકોએ પડાપડી કરી

ગામડાના ગરીબ લોકો સાથે જોડાયેલી જનધન યોજનાના એટીએમ કાર્ડ આજે કચરા માંથી મળ્યા બાદ લોકો રીતસર પોતાના નામના કાર્ડ માટે પડાપડી કરતા હતા છેલ્લા ઘણા સમયથી જનધન કાર્ડ માટે રાહ જોતા ગરીબોના કાર્ડ કચરા માંથી મળ્યા છે તે મોટી કમનસીબી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here