આજે રાજકોટ ખાતેથી ઉચ્ચ અધિકારી અધિકારીઓનો કાફલો વરલ શાખાએ પોહચ્યો : સમગ્ર મામલે તપાસ આદરી, વરલ સરપંચ દ્વારા સમગ્ર મામલે પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઈને જાણ કરી


હરિશ પવાર : બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના વરલ ગામેં ત્રણ દિવસ પહેલા મળેલા જનધન યોજના સાથે જોડાયેલા એટીએમ મળવાના સમગ્ર મામલે તપાસના આદેશ છૂટ્યા છે અને રાજકોટ ખાતેથી અધિકારી વરલ ગામે પોહચ્યા હોવાનું જાણવા મળ્યું છે સિહોર તાલુકાના વરલ ગામે આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના જનધન યોજનાના ખાતેદારોના એટીએમ કાર્ડ અને ચેકબુકો વરલ રોડ પર કચરાના ઢગલામા રખડતા મળી આવ્યા હતા. આ કાર્ડ અને ચેકબુકો કોણ બીનવારસી છોડી ગયું તે તપાસનો વિષય છે.જો કે આ ઘટના ચચર્નિા એરણે ચડી છે. ત્યારે સમગ્ર મામલે તપાસના આદેશ છૂટ્યા છે.

ત્રણ દિવસ પહેલા આઈસીઆઈસીઆઈ બેંકમા જનધન ખાતા ધરાવતા ખાતેદારોના એટીએમ કાર્ડ અને ચેકબુકો વરલ ગામના રસ્તા પર કચરાના ઢગલામા રખડતા મળી આવ્યા હતા. જે અંગેની જાણ થતા કેટલાક ખાતેદારો ત્યાં પહો઼ચયા હતા ગઇકાલે ખેડૂત આગેવાનો પણ પોહચ્યા હતા ત્યારે સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા હોવાનું સામે આવ્યું છે આજે રાજકોટ ખાતેથી ત્રણ કે ચાર અધિકારીઓની ટિમ તપાસ અર્થે પોહચી હતી અને સમગ્ર મામલે તપાસ આદરી છે ત્યારે મામલો ખૂબ ગંભીર બન્યો છે સમગ્ર બનાવને લઈ વરલમા ગામમાં ભારે ચર્ચાઓ વહેતી થઇ છે પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા દ્વારા સમગ્ર મામલે નોંધ લેવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here