અકીબ ધો ૧૦માં અભ્યાસ કરે છે પિતા ખેત મજુર છે વહેલી સવારે વરલ ગામના નાળા પાસે વાડીએ જતી વેળાએ છકરડો વિજપોલ સાથે અથડાયો અને અકીબે સ્થળ પરજ જીવ ખોયો, ભારે ગમગીની

સલીમ બરફવાળા
સિહોર વરલ ગામે છકરડાના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ૧૪ વર્ષીય અકીબે જીવ ખોયો છે બનવાને લઈ ભારે અરેરાટી વ્યાપી છે કહેવાય છે કે ગરીબોના કિસ્મત પણ બે ડગલાં પાછળ હોય છે અને ગરીબો નસીબના પણ ગરીબ હોઈ છે આ વાત અહીં સાર્થક થઈ છે બનાવની પ્રાથમિક વિગત એવી છે કે સિહોરના વરલ ગામે રહેતા રફીકભાઈ ચુડેસરા જેઓ છકરડો અને ખેતીમાં ભાગ્યું રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે પોતાને અશરફ અને અકીબ નામના બે દીકરાઓ છે અકીબ ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે.

હાલ કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ હોવાના થી બન્ને દીકરાઓ પૈકી અકીબ પિતાના વ્યવસાય અને ખેતી કામમાં મદદરૂપ થતો હતો આજના બનાવને લઈ વરલ ગામે ખેત મજુર પરિવાર પર આભ તૂટી પડ્યું છે અકીબ નામનો ૧૪ વર્ષીય યુવક વહેલી સવારે વાડીએ જતો હતો તે વેળાએ છકરડા પરના સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતા વરલ ગામના નાળા પાસે છકરડો વીજ થામલા સાથે ધડાકાભેર અથડાયો હતો.

જેમાં અકીબે સ્થળ પર જ દુનિયાને અલવિદા કહી દીધી હતી ઘટનાને ઇ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું આશાસ્પદ યુવકના મોતને લઈ વરલ ગામેં ભારે ગમગીની છવાઈ છે બનાવને લઈ અકીબને સિહોરના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here