યુવક મયુર ચાર્ટડ એકાઉન્ટન્ટ હોવાનું કહેવાય છે, વરતેજ નજીક ટ્રેન હડફેટ યુવકના મોતને લઈ ભારે ગમગીની

હરેશ પવાર
સિહોરના પરણિત યુવાનનું ટ્રેન હડફેટે કમકમાટીભર્યુ મોત નિપજતા યુવકના મોતને લઈ અનેક ચર્ચાઓ જાગી છે સિહોર નજીકના વરતેજ પાસે ટ્રેન અડફેટે આવી જતા સિહોરના મયુર નામના યુવાનનુ, કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે ઘટનાના પગલે વરતેજ પોલીસે દોડી જઇ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી.

ઘટના અંગેની ઉપલબ્ધ વિગતો મુજબ વરતેજ નજીક રેલ્વે ટ્રેક પાસે અજાણ્યા યુવાનનો મૃતદેહ પડો હોવાની વરતેજ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો લઇ તેને પોસ્ટ મોર્ટમ અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડી મૃતક યુવાનની ઓળખવિધિ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક સિહોર દાદાની વાવ ખડીયા વિસ્તારના બ્લોક નંબર ૮માં રહેતા મયુરભાઇ રણછોડભાઇ અધરા (ઉ.વ.૩૪)નો હોવાનું તેમજ મૃતક મયુરભાઇ કોઇ ચાર્ટડ એકાઉન્ટન્ટને ત્યાં કામ કરતાં હોવાનુ, જાણવા મળ્યું હતું.

મૃતક મયુરભાઇ મોડી રાત્રીના અથવા તો આજે વહેલી સવારના ટ્રેન અડફેટે આવી ગયાનું પ્રાથમિક વિગતોમાં ખુલ્યુ હતું. આ અંગે વરતેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી ત્યારે યુવકના મોત અંગે ભારે ચર્ચાઓ જાગી છે અને બે સંતાનોના પિતાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here