આઝાદી બાદ આજદિન સુધી તેઓ સિંચાઈ સુવિધા થી છે વંચિત, હાલ તેઓ ચોમાસા ની ખેતી પર જ છે નિર્ભર, હાલ તેઓ માત્ર ચોમાસું એક જ પાક લઇ શકે છે.

સારી જમીન પાણી વગર સાવ ઉજ્જડ બની જાય છે, ૨૫ ગામોના ખેડૂતો આ વિસ્તારમાં સિંચાઈ સુવિધા ની સરકાર પાસે કરી રહ્યા છે માંગ

સલીમ બરફવાળા
સિહોર નજીક આવેલ વરતેજ વિસ્તારના ૨૫ થી ૩૦ ગામોના ખેડૂતોને સિંચાઇના પાણીનો લાભ આઝાદી બાદ આજદિન સુધી મળ્યો નથી. વરતેજ, સોડવદરા, ફરિયાદકા સહિતના ગામના ખેડૂતો માત્ર ચોમાસાના વરસાદી પાણી આધારિત ખેતી પર નિર્ભર છે. આ વિસ્તારના ખેડૂતો હાલ અન્ય વિસ્તારોની માફક સરકાર પાસે સિંચાઈ સુવિધાની માંગ કરી રહ્યા છે જેથી તેઓ રવિ અને ઉનાળુ પાક પણ લઇ શકે. ખેતીપ્રધાન દેશના ખેડૂતો હજુ પણ અપૂરતી સિંચાઈ સુવિધા ને લઇ ત્રણેય ઋતુમાં પુરતો પાક લઇ શકતા નથી.

વાત કરીએ ભાવનગર જિલ્લાની કે જ્યાં અનેક જળાશયો આવેલા છે જે પૈકી મોટાભાગના જળાશયોમાં હાલ વરસાદી પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યો છે. જેના કારણે જીલ્લાના મોટાભાગના તાલુકાઓને સિંચાઇના પાણીનો લાભ પણ મળી રહ્યો છે. જયારે હજુ અનેક ગામો એવા છે જ્યાં વરસાદ સારા પ્રમાણમાં પડતા પાણીના તળ ઉચા આવી ગયા છે પરંતુ આ સિવાઈ સિંચાઈ સુવિધાનો કોઈ લાભ હજુ સુધી મળ્યો નથી. ભાવનગર તાલુકાના વરતેજ અને આસપાસના ૨૫ થી વધુ ગામોની કે જેને આઝાદી કાળથી આજ દિવસ સુધી ખેતી માટે જરૂરી સિંચાઇ સુવિધા નો કોઈ લાભ આપવામાં નથી આવ્યો. ભાવનગર તાલુકાના વરતેજ, ફરિયાદકા, સોડવદરા સહિતના ગામો આઝાદી થી આજદિન સુધી સિંચાઈ માટે જરૂરી કેનાલ,ચેકડેમ કે સરકારની અન્ય કોઈ સિંચાઈ યોજનાની રાહ જોઈ રહ્યા છે.

અહીંના ખેડૂતો સંપૂર્ણ રીતે ચોમાસાની ખેતી પર નિર્ભર છે કારણ છે જમીનના તળમાં પાણીનો અભાવ હોવાથી ખાલીખમ કુવા નજરે પડી રહ્યા છે. સારો વરસાદ આવે તો ખેડૂતો ચોમાસા ઉપરાંત રવિ પાક લઈ શકે છે પરંતુ જો સારો વરસાદ ના હોય તો સીઝનમાં માત્ર એક જ પાક લઇ શકાય છે. આ ગામોના ખેડૂતો છેલ્લા ૩૦-૩૦ વર્ષોથી સિંચાઇના પાણી માટે રજુઆતો કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોની રજુઆત સરકારના ધ્યાને આજ દિવસ સુધી પહોંચી જ ના હોય એવું લાગી રહ્યું છે, ત્યારે આ વિસ્તારના ખેડૂતો સરકાર પાસે સિંચાઇના પાણી મળવાની આશા રાખીને બેઠા છે. આ ગામો નજીક થી માલેશ્રી નદી પસાર થાય છે.

જેમાં ચોમાસા દરમ્યાન ભીકડા કેનાલ માંથી ઓવરફલોનું પાણી છોડવામાં આવે છે જેથી આ નદીમાં બારેમાસ પાણી રહેતું નથી ઉપરાંત જે ચેકડેમ બનાવવામાં આવેલા છે તે પણ સાવ આયોજન વગર બનાવેલા હોય તેમાં પાણીનો સંગ્રહ થતો નથી. આ ઉપરાંત અહી કોઈ કેનાલ કે તળાવ પણ ના હોય ત્યારે આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ સુવિધા નો લાભ મળે તેવી માંગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here