સિહોર તાલુકામાં વાવડી ગામે એસ.બી.આઈ સંસ્થા દ્વારા હાથ બનાવટની અગરબત્તી બનાવવાની તાલીમ આપવામાં આવી
હરિશ પવાર
મહિલાઓ નાનો મોટો વ્યવસાય કરીને આગળ વધે તે માટે એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા, ભાવનગર તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે સિહોરના ગ્રામીણ વિસ્તારની બહેનો માટે વાવડી ગામે તા ૨૦ જૂન, ૨૦૨૨ થી ૧૦ દિવસીય હાથ બનાવટની અગરબત્તી બનાવવાની નિ:શૂલ્ક તાલીમના વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે દીપકકુમાર ખલાસ, ગૌતમકુમાર ચૌહાણ, નીલેશભાઈ બરોલીયા ઉપસ્થિત રહ્યાં હતાં. મહાનુભાવો દ્રારા ગામની મહિલાઓને ગામમાં જ રોજગારીની તકો મળે
તે માટે એસ.બી.આઇ. દ્વારા વિવિધ તાલીમ વર્ગોનું આયોજન કરીને મહિલાઓ આત્મનિર્ભર બની આત્મનિર્ભર ભારત અને આત્મનર્ભર ગુજરાત બનાવવામાં તેમનું યોગદાન આપે તે માટેના વિવિધ આયામોની સમજ આપવામાં આવી હતી. તાલીમાર્થી બહેનો જીવનમાં આગળ વધે તે માટેની શુભકામનાઓ પાઠવી જરૂરી મદદ- સહાયની તૈયારી પણ મહાનુભાવો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી તેમ નિયામક, એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.