સિહોરનાં પ્લોટ વિસ્તારને એક શાકમાર્કેટ માટે કાયમી જગ્યા ફાળવો : વિપક્ષ

બ્રિજેશ ગોસ્વામી
સિહોર શહેરમાં વધુ એક શાકમાર્કેટ ફાળવવાની માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે વિપક્ષની આવેલી અખબાર યાદીમાં જણાવ્યું છે કે કોરોના સમયગાળા દરમ્યાન ગામતળની અંદર શાકમાર્કેટના વેપારી કે જયાં ગીચતાને લઈને કોરોના ફેલાય નહી તે રીતની વ્યવસ્થાના ભાગરૂપે વેપારીઓ તેમજ પાથરણાવાળા , શાકભાજી વિતરણ કરતા લોકોને ક્રિકેટ છાપરીએ જગ્યા ફાળવી જેનાથી કોરોનાના સમય દરમ્યાન ઘણી જ રાહત રહેલ પરંતુ તંત્ર દ્વારા આ વેપારીઓને ગામતળની જગ્યામાં પોતપોતાની જગ્યાએ પરત ફરી જવાના હુકમો કરવામાં આવેલ છે જે નિર્ણય અચરજ ઉપજાવે તેવો છે . કારણ કે સરકારની કોરોનાની ત્રીજી લહેરની ગંભીરતાને ઘ્યામાં લઈ ધાર્મિક કાર્યક્રમો કે લગ્ન પ્રસંગો બાબતે કડક સુચનો તેમજ સંખ્યાની મર્યાદા રાખવાનું જણાવે છે.

સિહોર શહેરની ૮૦,૦૦૦ હજારની વસ્તી પૈકી ૭૦ % વસ્તી બહારના પ્લોટ વિસ્તારમાં રહે છે . હાલમાં નવાગામથી લઈને ગુંદાળા , રાજીવનગર , પાંચવડા , મારૂતીનગર , બાલાજી નગર , શર્માપાર્કથી લઈને સ્વસ્તિક સોસોાયટી , સિંધી કેમ્પ , અલ્કાપુરી , માધવનગર સુધીનો વિસ્તારમાં લોકો વસવાટ કરે છે આ વસ્તીને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં બહારના વિસ્તારમાં એક કાયમી શાકમાર્કેટ માટે લોકોને વ્યાજબી ભાવે અને ઝડપથી શાકભાજી મળી રહે તેમજ ગામતળી જગ્યામાં ગીચતા ઓછી થાય તે સમગ્ર બાબત નગરપાલિકાએ ઘ્યાનમાં રાખી લોકોને તેમજ નગરપાલિકાને ઘણો ફાયદો થઈ શકે . તે બાબતે ગંભીરતાથી વિચારી બહારપરાના વિસ્તારોને ધ્યાનમાં લઈ નગરપાલિકાની કે રેવન્યુ વિભાગની પડતર રીત ધારાસરની કાર્યવાહી કરી અને મીની માર્કેટ ઉભી થાય તેવી માંગણી વિપક્ષ દ્વારા કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here