વિધાર્થીઓ માટે એક એક વાત સમજવા જેવી હતી, કાર્યક્રમમાં વિધાર્થીઓ સાથે માતા પિતાને પણ કેટલીક ટકોર કરી, કાર્યક્રમ જબરદસ્ત રહ્યો

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની સુપ્રસિધ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ – સિહોર ખાતે પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર શ્રી શૈલેષ સગપરિયા દ્વારા માર્ચ – ૨૦૨૦ ની બોર્ડ એક્ઝામ આપનાર ધોરણ – ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે જાહેર શુભેચ્છા કાર્યક્રમ અને માર્ગદર્શન સેમિનાર “”સફળતા તમારા હાથમાં Challenge For Change (પરિવર્તનનો પડકાર)”” યોજાયો. આ કાર્યક્રમમાં જુદી-જુદી અનેક શાળાઓનાં ધોરણ – ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રીઓ ઉપસ્થિત રહી તેમનાં મનમાં પરીક્ષા સમયે અનેક પ્રશ્નો ઉદભવતા હોય છે, આ પ્રશ્નોનું નિરાકરણ તેમજ પરીક્ષા બાબતે માર્ગદર્શન મેળવ્યું.

આ સેમિનારમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરનાં નાયબ નિયામક (પરીક્ષા) ડો.અવનીબેન મોરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, ધોરણ-૧૦ અને ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ તેમનાં વાલીશ્રીઓ, બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને શાળા તરફથી રીસીપ્ટ ફોલ્ડર તેમજ પરીક્ષાલક્ષી સાહિત્ય વિનામૂલ્યે પૂરું પાડવામાં આવ્યું હતું.

તેમજ અન્ય તમામ શાળાનાં ધોરણ-૧૦ ની પ્રિલીમ પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી શુભેચ્છા સહ સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ વિદ્યામંજરી સંસ્થા સિહોર યુવા યુગ પરિવર્તન, JCI સિહોરના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં મોટીવેશનલ શૈલેષ સગપરિયાએ ઉપસ્થિત સૌ કોઈને કલાકો સુધી ઝકડી રાખ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here