બાળકોની અદભુત કૃતિઓથી પ્રેશકો થયા મંત્રમુગ્ધ-ઇનામોની થઈ વણઝાર, શંખનાદના જીવંત પ્રસારણ દ્વારા વિશ્વના ખૂણે રહેતા સિહોરીજનોએ માણ્યો વિધા રંગોત્સવ

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની ખ્યાતનમાં શિક્ષણ સાથે સંસ્કાર નું ઘડતર કરતી ભણતર સાથે ગણતરનું જ્ઞાન સીંચતી શૈક્ષણિક સંસ્થા વિધામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ શાળાનો વાર્ષિકોત્સવ “વિધા રંગોત્સવ-૨૦૨૦” ની તા.૨૨ ફેબ્રુઆરી ને શનિવારે સાંજે ૬ કલાકે યોજાઈ ગયો. દરવર્ષેની માફક આ વર્ષે પણ શાળાના બાળકો દ્વારા આ વિધા રંગોત્સવ માં કલા અને કૃતિના અવનવા રંગોથી મંચ ઉપર મેઘધનુષ રચી કાઢ્યું હતું. શાળાના ૪૦૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ૧૫ થી પણ વધારે કૃતિઓ રજૂ કરીને અહીં ઉપસ્થિત મહેમાનો વાલીગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

શિક્ષણની સાથે કલાના ક્ષેત્રમાં પણ નાની ઉંમરમાં બાળકો કેવા નિપુર્ણ હોય છે તેની આછી ઝલક વિધા રંગોત્સવમાં ઉભરી આવી હતી. અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વર્ષ દરમિયાન શાળામાં વિવિધ ક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવીને શાળાનું નામ રોશન કરનાર ૮૭ વિધાર્થીઓને પદક આપીને શાળા પરિવાર દ્વારા સન્માનિત કરીને તેનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું હતું. અહીં વિધા રંગોત્સવમાં કલાના રંગે રંગાવા સિહોરીજનોથી ખીચોખીચ મેદાન ભરાય ગયું હતું. અહીં વિધાર્થીઓને હરેક કૃતિઓ બાદ તાળીઓ ના ગડગડાટ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

અહીં શંખનાદ પ્રસારણ સેવા ચેનલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેને લઈને વિશ્વના ખૂણે રહેતા સિહોરીજનો તેમજ વિધાર્થીઓના સ્નેહીઓને ઘરે બેઠા કાર્યક્રમ નિહાળવાનો લાહવો મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here