સિહોર વિદ્યામંજરી ખાતે મોટીવેશનલ સેમીનારનું આયોજન
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં ખાતે શનિવારના રોજ વ્યાખ્યાન માળા મણકા – ૩ અંતર્ગત ધોરણ – ૧૦ નાં વિદ્યાર્થીઓને (બિ.એન.વિરાણી સ્કૂલ – ભાવનગર) નાં શિક્ષક તેમજ કવિશ્રી અમિતભાઈ વાઘેલા (કાફી) નું વક્તવ્ય યોજવામાં આવ્યુ હતું જેમા અમિતભાઈ વાઘેલા (કાફી) એ વિદ્યાર્થીઓને કઈ રીતે સારામાં સારી ટકાવારી મેળવવી તે વિષય પર વક્તવ્ય આપ્યુ હતું. તેમણે પોતે બનાવેલ પૉકેટ બૂકો વિદ્યાર્થીઓને આપી હતી. શાળાનાં સંચાલક શ્રી મોરડીયાસાહેબ દ્વારા અમિતભાઈ વાઘેલા(કાફી) ને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી.