એકાએક આક્રમક ઠંડી પડવાથી શરીર પર આડ અસર, શરદી,ખાંસી,કફ, તાવ અને ગળામાં તકલીફ જેવા લક્ષણો કોરોનાના હોવાને કારણે દર્દીઓમાં ભય : નાશ લેવા અને ગરમ પાણીના કોગળા કરવાથી હિતાવહ


દેવરાજ બુધેલીયા
વાતાવરણની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર પડે છે. સિહોર શહેર તથા જિલ્લામાં શિયાળાની શરૂઆતથી જ એકાએક આક્રમક ઠંડી પડવા લાગતા વાયલ બિમારીઓના દર્દીઓમાં ચિતાંજનક વધારો જોવા મળી રહ્યો છે બપોર અને રાતના તાપમાનમાં બેવડો તફાવત હોવાને કારણે પણ તાવ, શરદી, ખાંસી, કફ, ગળામાં બળતરા જેવી બિમારીઓ વધી છે. આ તમામ બિમારીએ કોરોનાના લક્ષણો હોવાને કારણે વાયરલ બિમારીના દર્દીઓમાં પણ કોરોના જેવા જીવલેણ રોગનો ભય સતાવી રહ્યો છે. શરદી અને કફની સ્થિતિમાં નાશ લેવાની જ્યારે ગળામાં તકલીફ થાય ત્યારથી ગરમ પાળીના કોગળા કરવા હિતાવહ છે એક બાજુ માર્ચ માસથી શરૂ થયેલો કોરોનાકાળ હજુ પણ ચાલી રહ્યો છે. સરકારી આંકડાઓ ઉપર નજર કરીએ તો ક્યાંકને ક્યાંક કોરોનાનો વાયરસ હાલની સ્થિતિમાં નબળો પડયો છે અને કેસમાં સુખદ ઘટાડો નોંધાયો છે.

તો બીજીબાજુ મચ્છરથી થતા ચિકનગુનીયાના દદીઓ દિવસેને દિવસે વધી રહ્યા છે સાંધામાં દુઃખાવો કરી દેતા ચિકનગુનીયાના કેસ વધુ પ્રમાણમાં છે તેવી સ્થિતિએ હવે વાયરલ બિમારીના દર્દીઓ વધી રહ્યા છે. જે રીતે વાતાવરણમાં ફેરફાર થઇ રહ્યો છે તેટલી ઝડપથી માનવ શરીર તેમાં ઢળી શક્તું નથી એકાએક આક્રમક ઠંડી શરૂ થઇ ગઇ છે તો બીજીબાજુ દિવસે અને વહેલી સવાર તથા રાત્રીના તાપમાનમાં બેવડો તફાવત અનુભવવા મળી રહ્યો છે જેના કારણે વાયરલ બિમારીઓ વધી રહી છે. શરદી,ખાંસી, કફ, તાવ અને ગળામાં બળતરા જેવી તકલીફો વાયરલ બિમારીઓમાં રહે છે જો કે, આ તમામ તકલીફોએ કોરોના પોઝિટિવ હોવાના લક્ષણો પણ છે ત્યારે ડરવાની જરૂર નથી, દર્દીઓએ સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે.

આવા લક્ષણો જણાય તો નાશ લેવો તથા ગરમ પાણીના કોગળા કરવાથી રાહત થાય છે પણ જો શ્વાસ લેવામાં તકલીફ પડે તો તુરંત જ નજીકના સેન્ટર ઉપર જઇને ડોક્ટરની સલાહ મુજબ કોવિડ ટેસ્ટ કરાવી લેવો જોઇએ કે જેથી કોરોના પોઝિટિવ હોય તો પણ તે શરૂઆતના સ્ટેજમાં જ ખ્યાલ આવી શકે અને તેને આગળ વધતો અટકાવી શકાય.ઉલ્લેખનીય છે કે, શરદી,ખાંસી,કફ અને તાવ જેવા વાયરલ બિમારીના કિસ્સામાં પણ દર્દીએ માસ્ક પહેરી રાખવું જોઇએ તે હિતાવહ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here