કોરાનાકાળમાં લોકોએ સોશ્યલ ડીસ્ટન્સ જાળવી, ગણેશોત્સવના ઉત્સાહ પર જ નહીં ખર્ચમાં પણ કાપ કરકસર, ઘરમાં જ શ્રીજી પ્રતિમા સ્થાપના કરીને આંગણે જ વિદાય આપી

દેવરાજ બુધેલીયા
સિહોરમાં કોવિડ-19ના સંક્રમણની દહેશતને લીધે આ વખતે સૌ પ્રથમવાર ગણેશોત્સવની ઉજવણી સાર્વજનિકને બદલે વ્યક્તિગત રીતે કરવામાં આવી છે.કોરાના કાળમાં સિહોરના ગણેશભક્તોએ સૌ પ્રથમવાર પોતાના સોસાયટી,મહોલ્લાને બદલે પોત પોતાના ઘરમાં જ શ્રીજીની મંગળ મૂર્તિની સ્થાપના કરી ગઈકાલે ઘર આંગણે જ શ્રીજીને વસમી વિદાય આપી હતી. કોરાના વાયરસના સંક્રમણના લીધે લોકાના જીવન વ્યવહારમાં જ નહીં ઉત્સવોની ઉજવણીની રીતમાં પણ મોટા પાયા પર ફેરફાર આવ્યો છે.

કોરાનાકાળમાં આ વખતે દર વર્ષની જેમ આ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી પર પાબંદી લગાવવામાં આવી છે.ખાસ કરીને સિહોરના મોટા ભાગના વિસ્તારોમાં સોસાયટી,મહોલ્લા અને જાહેર રોડ પર પણ મોટા પાયા પર જંગી બજેટ ધરાવતા ગણેશ પંડાલો પર બ્રેક લગાવવામાં આવી છે.જેથી કોરાના કાળમાં સૌ પ્રથમવાર સિહોરમાં જાહેર રોડ કે ગલી,મહોલ્લા કે સોસાયટીમાં સાર્વજનિક રીતે ગણેશોત્સવની ઉજવણીના ઉમંગમાં ઓટ આવેલી જોવા મળી હતી.

સિહોરમાં વર્ષોથી રંગેચંગે ઉજવાતા બીગ બજેટ ગણેશ પંડાલોના આયોજનોને બદલે લોકોએ પોતાના ઘરમાં જ મંગળમૂર્તિની સ્થાપના કરી પુજા અર્ચના કરવાનું વલણ અપનાવ્યું હતુ. જેથી કોરાના કાળમાં સૌ પ્રથમવાર સિહોરના વિવિધ નિયત રાજમાર્ગો પરથી શ્રીજીની વિસર્જનયાત્રા પર રોક લગાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here