ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા સિહોર ખાતે પ્રતિમાઓની સાફ સફાઈ કરાઈ

બ્રિજેશ ગૌસ્વામી
સમગ્ર રાજ્યમાં જ્યાં પણ મહાપુરુષોની પ્રતિમાઓ હોય તેમની સાફ-સફાઈ અને જાળવણી કરવાની જવાબદારી ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા લેવામાં આવી છે જે અભિયાન અંતર્ગત સિહોર શહેરમાં આવતા સ્વામીવિવેકનંદજી ની પ્રતિમાઓ ની સાફ સફાઈ નું આયોજન આજે કરવામાં આવ્યું હતું અહીં યુવક બોર્ડ ના જિલ્લા વાલી રાકેશભાઇ છેલાણા, શહેર ભાજપ મહામંત્રી આશિષભાઇ પરમાર, યુવા મોરચાના મંત્રી દેવેન્દ્રભાઇ વાઘેલા સિહોર નગર પાલિકાના કર્મચારી ભરતભાઈ રાઠોડ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ભાવનગર જિલ્લા સહ સંયોજક અભયસિંહ ચાવડા ધ્રુવભાઈ ભટ્ટ, સિહોર ગ્રામ્ય સંયોજક દિલીપ રાઠોડ, માયાભાઈ આહિર, વલ્લભીપુર સંયોજક હરેશ ચાવડા, મયુરસિંહ રાયજાદા,પ્રવીણભાઈ રાઠોડ તેમજ વિવેકાનંદ યુવા કેન્દ્ર ના કાર્ય કરતા હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here