રાત્રીના ફરજ પરના અધિકારી કર્મીચારીઓને વિશ્વ હિન્દુ પરિષદ અને YYP દ્વારા ચા પાણી નાસ્તાની વ્યવસ્થાઓ

મિલન કુવાડિયા
વિશ્વભરમાં ફડફડાટ ફેલવતો કોરોના વાયરસ માનવજાત સામે પડકાર ફેંકી રહ્યો છે. હજારો મોત ભયાનક વાતો અને ફફડાટ ફેલાવતા સમાચારોથી સૌ કોઈ સુન્ન છે. કોરોનાને અટકાવવા દવા છંટકાવ, આરોગ્ય તપાસ, આઇસોલેશન તેમજ ક્વોરન્ટાઇન જેવા પગલાં લેવાઈ રહ્યા છે. જે પગલે ભારતમાં પણ જનતા કફર્યું લાગુ પાડવામાં આવ્યું જેને સફળ પ્રતિસાદ મળ્યો. આજે સતત આઠમાં દિવસે પણ શહેરની સડકો સુમસામ અને વાતાવરણ ભેંકાર ભાસતું જોવા મળી રહ્યું છે ડર સમજી શકાય તેવો અને વ્યાજબી પણ છે.

ડરના માર્યા લોકો ઘરમાં પુરાઈ પોતાને બચાવી રહ્યા છે. આ બધી વાતો વચ્ચે સિહોરમાં અનેક સંસ્થાઓ માનવતાના નાતે લોકોને ઉપયોગી થઈ રહી છે જેમાની એક સંસ્થા સિંહોરનું યુવા YYP ગ્રુપ શહેરની દરેક સંસ્થાના સહયોગમાં રહીને જબરદસ્ત શ્રમદાન કરી રહી છે અને પોતાનું યોગદાન પણ આપી રહી છે શહેરની અલગ અલગ સંસ્થાઓ કીટ અને ફ્રુટ પેકેટ વિતરણ રહી છે જેમાં YYP ગ્રુપ અથાગ પ્રયત્નો કરીને ગરીબો સુધી પોહચાડવાનું કામ કરી રહી છે તેમજ YYP ગ્રુપ અને વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા રાત્રીના સમયે સિહોરના ફરજ પરના પોલીસ અધિકારી કોન્સ્ટેબલ કર્મચારીઓને ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે મલય રામાનુજ સહિતના આ યુવાનોની મહેનત ખરેખર કાબિલે – તારીફ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here