નવા પ્રમુખ તરીકે કિશોરભાઈ બાંભણીયાની સર્વાનુમતે વરણી કરાઈ

હરેશ પવાર
સિહોર ખાતે ગઈકાલે રવિવારના રોજ મારવાડી વણકર જનકલ્યાણ ટ્રસ્ટ શિહોર દ્વારા ટ્રસ્ટ ને આર્થિક સહયોગ આપનાર દાતાશ્રીઓનુ સન્માન, નવા પ્રમુખ તરીકે કિશોરભાઈ બાંભણિયા ની સર્વાનુમતે વરણી તેમજ પૂર્વ પ્રમુખ મોહનભાઈ સૈજુ ને વિદાય તેમજ મારવાડી સમાજ ના તેજસ્વી તારલાઓ માટેનો ઇનામ વિતરણ,આમ ત્રિવિધ કાર્યક્રમ મોહનભાઈ સૈજુ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો.

કાર્યક્રમ માં મુખ્ય દાતાશ્રી,હિરાબા વિરાણી, મનિષભાઇ વિરાણી, શાન્તુબા બોરિચા, વિનુભાઈ બોરિચા તેમજ રેખાબેન ચૌહાણ, ગીતાબેન ચૌહાણ, તુલસીભાઈ નમશા, હરજીભાઈ બોરિચા, દલપતભાઈ રાઠોડ, જેન્તીભાઇ મેવાડા, ડાયાભાઇ રોઠોડ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રમુખ કિશોરભાઈ બાંભણિયા,દિપકભાઈ જયપાલ, હર્ષદભાઈ બાંભણિયા, તેમજ પુરી ટીમે જહેમત ઉઠાવી,આ કાર્યક્રમ નું સુંદર સંચાલન છગનભાઈ બાજક અને રશ્મિકાંતભાઈ બોરિચાએ સંપન્ન કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here