ગઢડામાં સભા કરનાર સ્મૃતિ ઇરાની કોરોનાગ્રસ્ત થતા સંપર્કમાં આવેલા લોકો ક્વોરેન્ટાઇન થશે ખરા ?


હરેશ પવાર
ગુજરાતની ગઢડા સહિતની ચાર વિધાસભાની બેઠકો પર પાંચ દિવસ પહેલાં ચૂંટણી પ્રચાર માટે આવેલા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની કોરોના સંક્રમિત થયા છે. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની આગામી તા.૩ નવેમ્બરે યોજાનાર પેટા ચૂંટણીઓમાં સ્ટાર પ્રચારક તરીકે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીનો પણ સમાવેશ કરાયો હતો. ગઇ તા.૨૩મીએ સ્મૃતિ ઇરાની ગઢડા બેઠક ઉપરાંત મોરબી, લીંમડી અને બેઠક પર પ્રચાર માટે આવ્યા હતા જાહેર સભા યોજાઇ હતી. સ્મૃતિ ઇરાનીએ કોરોના સંક્રમિત થયાની જાહેરાત કરતાં ભાજપના ઉમેદવારો તેમજ આગેવાનો સહિતના કાર્યકરોમાં ફફટાડ વ્યાપ્યો છે.અનેક કાર્યકરોએ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી. કેન્દ્રિય મંત્રીએ તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે.માર્ગદર્શિકા મુજબ સંપર્કમાં આવેલા લોકોએ ક્વોરેન્ટાઇન પણ થવું પડે.પરંતુ ગઢડામાં કોઇ આગેવાન કે કાર્યકરે તેનો અમલ કર્યો હોય તેમ લાગતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here