પેટા ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગઢડામાં આવ્યા હતા, સ્મૃતિ ઇરાનીએ ટ્વીટ કરી પોઝિટિવ આવ્યાં હોવાની જાણકારી આપી હતી


મિલન કુવાડિયા
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ ટ્વીટર પર આ અંગેની જાણકારી આપી છે. તેઓએ કહ્યું કે, આ જાહેરાત કરતા શબ્દોને શોધવા મારા માટે ઘણું અઘરું છે, તેથી અહીં હું સમજાય તેવા સહેલા શબ્દોમાં કહી રહી છું કે- મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને અપીલ છે કે તેઓ તાત્કાલિક પોતાનો રિપોર્ટ કરાવે. ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો પરની પેટાચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ૨૩મી ઓક્ટોબરે ગુજરાત આવ્યા હતા. તેમણે કરજણ, ગઢડા, મોરબી અને લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવારના સમર્થનમાં જાહેરસભા સંબોધી હતી. આ સભાઓ દરમિયાન પરષોત્તમ રુપાલા, આર.સી.ફળદુ સહિત ગુજરાત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓ તેમની સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here