બાપા આશ્રમ સોનગઢ દ્વારા મહાવીર ખીચડીનું અન્ન ક્ષેત્ર શરૂ કરાયું

બ્રિજેશ ગૌસ્વામી
બીજા અઢાર દિવસના લોકડાઉનને લઈને મધ્યમ વર્ગ અને ગરીબ માણસો માટે જીવન ગુજારવું અઘરું અઘરું પડી ગયું છે. ત્યારે બીજા લોકડાઉનમાં પણ સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર તેમજ ટિફિન સેવા શરૂ કરી દેવામાં આવી છે. સોનગઢ ખાતે આવેલ શૈક્ષણિક કાર્ય કરતી મુનિરાજ શ્રી ચારિત્ર બાપા અને મુનિરાજ શ્રી કલ્યાણ ચંદ્રજી બાપા સ્થાપિત શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ બાપા આશ્રમ દ્વારા તા.૧૪/૪/૨૦૨૦ થી જરૂરિયાત મંદો માટે થઈને અન્ન ક્ષેત્ર શરૂ કરી દેવામાં આવ્યું હતું. જ્યાં સુધી દેશમાં લોકડાઉન શરૂ રહેશે ત્યાં સુધી અન્ન ક્ષેત્ર શરૂ રાખવામાં આવશે તેવું મેનેજર ભરતભાઇ ચૌહાણ દ્વારા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here