મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે ગુજરાત પોલીસ દળના ૧૬૮ જેટલા અધિકારીઓ કર્મયોગીઓને તેમની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા માટે ર૦૧૪ થી ર૦૧૯ના પ્રજાસત્તાક દિવસ સ્વાતંત્ર્ય દિવસ અવસરે જાહેર થયેલા પોલીસ ચંદ્રક અમદાવાદમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં એનાયત કર્યા હતા જેમાં સિહોર નજીકના સોનગઢ પોલીસ મથકે ફરજ બજાવતા અધિકારી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પણ મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક એનાયત થયો છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, પોલીસ કમિશનર શિવાનંદ જ્હા, ગૃહના અધિક મુખ્ય સચિવ સંગતાસિંહ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ વિશિષ્ટ સેવા માટેના ૧૮ પોલીસ ચંદ્રક તેમજ પ્રસંશનીય સેવા માટેના ૧પ૦ પોલીસ પદક એનાયત કર્યા હતા અને જેમાં સોનગઢના પોલીસ અધિકારી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો પણ સમાવેશ થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here