સિહોર સોનગઢ ખાતે પેપર ચકાસણી કરતા શિક્ષકોનું સ્કિનિંગ કરાયું

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના સોનગઢ મુકામે ચાલતાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે પરિક્ષણ કાર્ય કરતાં તમામ શિક્ષકોનું સ્કિનિંગ કરાયું.સોનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્ય કર્મચારી સંજયભાઈ પરમાર અને ટિમે ગુરુકુળ વિવિધલક્ષી હાઈસ્કૂલ- સોનગઢ ખાતે ચાલતા સાત- સાત વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના તમામ શિક્ષકોનું સ્કિનિંગ કરાવવામાં આવ્યું. ગુરુકુળ વિવિધલક્ષી હાઈસ્કૂલના આચાર્ય અને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના નિયામક કલ્પેશભાઈ કેરાસિયા, ભાદરકાભાઈ અને પીઠાભાઈ એ કોરોના જેવી મહામારીના કપરા કાળમાં શિક્ષક ભાઈઓ અને બહેનોનો ઉત્સાહ વધારી અને સતત ચિંતા કરી તેમને હૂંફ પુરી પાડી ખૂબ જ મહત્વની બોર્ડ ની પરીક્ષણ કામગીરી ખુબ કાળજીથી થાય અને વિધાર્થીઓને પૂરતો ન્યાય મળી રહે અને પરિણામ સમયસર મળે તેવા અથાગ પ્રયત્નો સાથે કામગીરી કરી રહ્યા છે. આ તકે આચાર્ય કલ્પેશભાઈ કેરાસિયાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોનગઢ અને સમગ્ર ટિમ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here