સોનગઢમાં આશાસ્પદ યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

દેવરાજ બુધેલીયા
આજકાલ આત્મહત્યા નું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં ખાસ કરીને યુવાવર્ગમાં વધુ જોવા મળી રહ્યું છે. સિહોરના સોનગઢ ગામે દરબારગઢ માં રહેતા ગોહિલ પ્રજ્ઞાબા ધર્મેન્દ્રસિંહ ઉ.વ.૨૭ એ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ સોનગઢ ના દરબારગઢ માં રહેતા ગોહિલ પ્રજ્ઞાબા ટૂંકી બીમારી થી પીડાતા હતા. જેને લઈને આજે તેમને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા વહોરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here