બે બાઇકમાં લૂંટારૂઓ આવ્યા, પીપરલાના લાલભાઈ ભરબપોરે લૂંટાયા, પોલીસ કાફલો દોડી ગયો, લોકડાઉનના લાંબા ગાળા બાદ રાજ્યમાં લૂંટના બનાવો વધી રહ્યા છે

બ્રિજેશ ગૌસ્વામી – સંદીપ રાઠોડ
લોકડાઉન ને લઈને રાજ્યમાં આર્થિક સંકડામણથી લૂંટફાટ સહિતની ગુનાખોરી વધી રહી છે. લોકડાઉનના ત્રણ તબક્કા સુધી ધંધા રોજગાર બંધ થઈ જવા પામ્યા હતા. પરંતુ પડી ભાંગેલા અર્થતંત્રને ફરી બેઠું કરવા માટે થઈને રાજ્ય સરકારે આંશિક છૂટ આપીને ધંધા રોજગરને ફરી શરૂ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ લોકડાઉનને પગલે છેલ્લા ઘણા દિવસોથી આર્થિક સંકડામણ અનુભવી રહેલા કેટલાક શખ્સો હવે ઊંધા રવાડે ચડી ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળ્યા હોવાની ચર્ચાઓ પુરજોશમાં ચાલી રહી છે.

તારાપુર વટામણ હાઇવે ઉપર થોડા દિવસો પહેલા કેટલાક શખ્સો દ્વારા રાત્રી દરમિયાન ટ્રક વાળા ઉપર લૂંટ ચલાવી હતી. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ આજે એક ધોળા દિવસે લૂંટની ઘટના આકાર પામી છે. સિહોરના સોનગઢ પાલીતાણા રોડ ઉપર એકલીયા મહાદેવ નજીક ભર બપોરે પીપરલા દૂધ મંડળી ચલાવતા લાલભાઈ મેઘાભાઈ લુની ઉ.વ.૩૫ સોનગઢ ડિસ્કટ્રીક બેંકમાંથી ૮૫ હજાર રૂપિયા લઈને જઈ રહ્યા હતા તે વેળાએ બે બાઇક ઉપર આવેલ પાંચ બુકાનીધારી શકશોએ આવીને લાલભાઈને પછાડી ૮૫ હજાર રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. ભર બપોરે લૂંટારુઓએ લૂંટ ચલાવતા શહેરમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

ઘટનાની જાણ થતાં સોનગઢ પોલીસ મથકના પીએસઆઇ વાઘેલા કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી જઈને તપાસનો ઘમઘમાટ શરૂ કરી દીધો હતો. લૂંટની ઘટનાને લઈને ભાવનગર એલસીબી અને એસઓજી પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પ્રાથમિક તપાસો શરૂ કરી દેવામાં આવી હતી. લૂંટારુઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. આર્થિક ભીંસને લઈને ગુનાહિત પ્રવૃતિઓના રવાડે ચડેલા શખ્સોને સીધા માર્ગે લાવવા જરૂરી છે. ધોળા દિવસે જિલ્લામાં લૂંટની બનેલી ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here