સોનગઢ ગામે પાલીતાણા રોડ પરથી ગઇકાલે ઝડપાયેલા વિદેશી દારૂ મામલે ધર્મેન્દ્ર અને કિશન બન્ને ગિરફ્તાર, દારૂ ક્યાંથી આવ્યો, પોલીસે સઘન તપાસ આદરી

હરેશ પવાર
સિહોરના સોનગઢ ગામેથી ગઇકાલે ઝડપાયેલા વિદેશી દારૂ મામલે પોલીસે સોનગઢ ગામના ધર્મેન્દ્ર અને કિશન નામના બે શખ્સોને ગિરફ્તાર કરી લીધા છે ગઈકાલે મોડી સાંજના સિહોર સોનગઢ પોલીસના અધિકારી ડી.બી વાઘેલા અને ટિમ પાલીતાણા રોડ પર માસ્ક ચેકીંગમાં હતી તે દરમિયાન એક સ્વીફ્ટ કાર માંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો તપાસ દરમિયાન ૭૨ જેટલી વિદેશી દારૂની બોટલો પોલીસને હાથ લાગી હતી તેમજ રોકડ મોબાઈલ કાર સહિત ૪.૮૩ લાખનો મુદ્દામાલ પોલીસને મળ્યો હતો.

પોલીસે સમગ્ર મામલે ધર્મેન્દ્રસિંહ વાળા અને કિશન વાઘેલા નામના બે શખ્સોને ગિરફ્તાર કરી લોકઅપ પાછળ ધકેલી દીધા છે પોલીસ હાલ વિદેશી દારૂ ક્યાંથી આવ્યો હતો ઝડપાયેલા બન્ને શખ્સો દારૂ ક્યાંથી લાવ્યા હતા દારૂનો મૂળ માલિક કોણ તે દિશામાં સઘન તપાસ આદરી છે પોલીસ હાલ ૪.૮૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને બન્ને શખ્સો વિરોધ પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી સઘન કાર્યવાહી કરી છે સમગ્ર ઘટનામાં સોનગઢ પોલીસ અધિકારી વાઘેલા તપાસ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here