લાખ્ખોનો બીનવારસી દારૂ મૂકીને વેપલો કરનાર બુટલેગરની પોલીસને તલાશ, પોલીસની ધાપ વધતા બુટલેગરોએ મોડ્સ ઓપરેન્ડી બદલીને બિનવારસી માલ મૂકીને વેપલો શરૂ કર્યો

હરેશ પવાર
સિહોરના સોનગઢ પોલીસને સમી સાંજે બાતમી મળી કે પાલીતાણા રોડ એકલીયાના ઢાળ પાસે ડુંગર વિસ્તારમાં બિનવારસી દારૂની પેટીઓ પડી છે બાતમીના આધારે સોનગઢ પોલીસ અધિકારી વાઘેલા અને સ્ટાફે હકીકતના આધારે રેડ કરતા ૩૩૬ બોટલ ૨૮ પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે સિહોર કે જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવામાં પોલીસની ધાપ વધતા બુટલેગરો હવે મોડ્સ ઓપરેન્ડી બદલીને કઈક ખોલીઓમાં રાખીને હેરફેર કઈક પ્લાસ્ટિકની આડમાં રાખી હેરાફેરી કઈક બંધ મકાનમાં તો કંઈક બિનવારસી મૂકીને દારૂનો વેપલો કરવા જતાં.

પરંતુ પોલીસની સતત વોચ અને ઘોષના કારણે પોલીસની તવાઈ સામે બુટલેગરો ઘૂંટણીયે પડ્યા છે અને બિનવારસી વેપલો શરૂ કર્યો અને તે પણ ઝડપાયો છે સિહોરમાં અને પંથકમાં વિદેશી દારૂ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે સોનગઢ પોલીસના અધિકારી અને ટીમને એકલીયા નજીક ડુંગરમાં બિનવારસી દારૂ પડ્યો હોવાની બાતમી મળતા તાબડતોબ સ્થળે પોહચી તલાશી અને તપાસ કરતા ૩૩૬ બોટલ એક લાખ કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા શખ્સ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ આદરી છે ત્યારે બીનવારસી લાખ્ખોનો દારૂ મૂકીને વેપલો કરનાર બુટલેગર આખરે કોણ પોલીસ તપાસનો ધમધમાટ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here