બાવળની કાંટ અને ઘાસની આડમાં લાખ્ખોનો દારૂ છુપાવનાર કોણ, અહીં સુધી કઈ રીતે આટલો દારૂનો જથ્થો પોહચ્યો, મુખ્ય સૂત્રધાર કોણ, સોનગઢ પોલીસે તપાસનો ધમ-ધમાટ કર્યો

હરેશ પવાર
સિહોર તાલુકાના અને સોનગઢ નજીક આવેલ એકલીયા મહાદેવ નજીક તળાવ પાસે બાવળની કાંટ અને ઘાસની આડમાં છુપાવી રખાયેલ વિદેશી દારૂનો જથ્થો કોણ મૂકીને જતું રહ્યું તે સવાલ પણ પોલીસને સતાવે છે આખરે આ દારૂનો જથ્થો કોનો..અહીં સુધી લાવનાર કોણ..કઈ રીતે અહીં સુધી દારૂનો જથ્થો પોહચ્યો..જથ્થાનો મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા સોનગઢ પોલીસે તપાસનો ધમ-ધમાટ કર્યો છે ગઈકાલે સોનગઢ પોલીસે એકલીયા મહાદેવથી આગળ તળાવના કાચા રસ્તે બાવળની કાંટ અને ઘાસની આડમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રખાયો છે.

જે હકિકત મળી હતી જેના આધારે રેડ કરી તપાસ હાથ ધરતા વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૩૩૬ બોટલ મળી આવતા કબજે લીધી હતી. જ્યારે બિનવારસી દારૂનો જથ્થો મુકી અજાણ્યો શખસ નાસી છુટયો હતો. બનાવ અનુસંધાને સોનગઢ પોલીસે અજાણ્યા શખસ સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે આજે બીજા દિવસે પણ તપાસ દરમિયાન દારૂનો જથ્થો કોનો છે તે તપાસ દરમિયાન ખુલવા પામ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here