સિહોરના સોનગઢ અને મઢડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત સદસ્યની ગ્રાંટમાંથી દવા અને જરૂરી જથ્થો ફાળવાયો

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મઢડા અને સોનગઢ જિલ્લા પંચાયત સીટના સભ્યો દ્વારા કોરોના સામેના યુધ્ધમાં જરૂરી દવાઓ – માસ્ક,સેનેટાઈઝર, પોતાની ગ્રાન્ટમાંથી લોકો માટે ઉપયોગી થાય છે અને ગ્રામજનો માટે માસ્કની ફાળવણી કરેલ છે.તેમના આ સહયોગ બદલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મઢડાના મેડિકલ ઓફિસર ડો.દિપકભાઈ મકવાણા, ડો.વિજયભાઈ મહેતા,ડો.હિતેશભાઈ કુકડેજા,ડો.મનાલીબેન બાલધીયા,ફાર્મા મહેશભાઈ સોલંકી,ફામાં શક્તિસિંહ,સુપરવાઈઝર રાજદિપસિંહ ગોહિલ,આરોગ્ય કર્મચારી નરેશભાઈ ધાંધલ્યા,મંજુબેન મજેઠીયા,ઓપરેટર રાહુલભાઈ,પરેશભાઈ તથા તમામ કર્મચારીએ આભારની લાગણી વ્યક્ત કરેલ

તેમજ સોનગઢ ખાતે માસ્ક,સેનિટાઇઝર,ટેમ્પરેચરગન,દવાઓ,પીપીઇ કીટ, ગ્લોવ્ઝ વગેરે કોરોના સંરક્ષક વસ્તુઓ અર્પણ કરવામાં આવી…ખુબ જ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું આ પ્રસંગે સોનગઢ ગામ ના આગેવાનો, સરપંચ જયુભા તથા ગ્રામ પંચાયત ના સભ્યો તથા પી.એસ.આઇ વાઘેલા તેમજ મેડિકલ ઓફિસર તથા સોનગઢ જિલ્લા પંચાયત સભ્ય રાજભા તેમજ વીરેન્દ્રસિંહ ગોહિલ (ટીનુભાઈ) તથા સિહોર તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગોકુળભાઈ આલ તેમજ સિહોર તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ અશોકસિંહ ગોહિલ હાજર રહ્યાં હતા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણી, સુપરવાઈઝર અનિલભાઈ પંડિતે સહયોગ બદલ -આનંદ વ્યક્ત કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here