કપાતર પુત્ર સામે ચોમેર ફિટકાર, ૭પ વર્ષનાં માતાએ એવો કયો ગુન્હો કર્યો હશે કે જન્મ દેનારી માતાને કપાતર પુત્રએ મોતને ઘાટ ઉતારી દીધી, નરાધમ પુત્ર લોકઅપ હવાલે, ઘટનામાં પોલીસ તપાસનો ધમધમાટ

સલીમ બરફવાળા
સિહોર તાલુકાનાં માલવણ ગામે રહેતાં લીલુભા ગંભીરસિંહ ગોહીલનાં પત્ની વસનબા ઉ.૭પ ની તેનાં ઘરમાં હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસમાં આ વૃધ્ધાની હત્યા તેના જ પુત્ર જયેન્દ્રસિંહએ કરી હોવાનું ખુલવા પામ્યું હતું માં તે માં બીજા બધા વગડાના વા જેવી માતાને લગતી પવિત્ર કહેવતોને કલંકીત કરતો કિસ્સો સિહોરના માલવણમાં સામે આવ્યો છે.

કળિયુગી કપાતર પુત્રએ માતા વસંતબેનની સેવા કરવાના બદલે કાયમી પણ કાંટો કાઢી નાખવાના મલિન ઈરાદા સાથે માતાને પોતાના ઘરમાં ત્રિક્ષણ હથિયારોના ઘાં જીકી મોતને ઘાટ ઉતારી દેતા નરાધમ પુત્ર સામે ચોમેર ફિટકાર વરસી છે સિહોરના માલવણ ગામે સામાન્ય બાબતે માતા સાથે થયેલા ઝઘડામાં પુત્રએ ઉશ્કેરાઈ જઈ ખંપાળીના ઘા ઝીંકી માતાની હત્યા નિપજાવ્યાની ઘટનાથી સિહોર પંથકમાં ચકચાર મચી હતી, તો પોલીસે માતાના હત્યારા એવા પુત્રને ઝડપી લઈ લોકઅપ હવાલે કર્યો છે.

માલવણ ગામે રહેતા વસંતબા લીલુભા ગોહિલ (ઉં.વ. ૭૫) નો કોહવાયેલી હાલતે પોતાના ઘરેથી મૃતદેહ મળી આવતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હાથ ધરેલી તપાસમાં વસંતબાની હત્યા કરાયાનું ખુલતા પોસઈ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા વસંતબાને પોતાના પુત્ર જયવિરસિંહ ઉર્ફે બોઘુભા લીલુભા ગોહિલ સાથે ૨ દિવસ પૂર્વે કોઈ બાબતે થયેલા ઝઘડા દરમ્યાન જયવિરસિંહ ઉર્ફે બોઘુભાએ ઉશ્કેરાઈ જઈ ખંપાળીના ઘા ઝીંકી વસંતબાની હત્યા નિપજાવી હોવાનું ખુલતા પોસઈ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જયવિરસિંહ ઉર્ફે બોઘુભા ગોહિલ સામે હત્યાનો ગુનો નોંધી ગણતરીના સમયમાંજ ઝડપી લઈ તેને લોકઅપ હવાલે કર્યો હતો. ઘટનાના પગલે સિહોર પંથકમાં ચકચાર મચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here