સોનગઢ પોલીસના જુગારધામ પર દરોડા, 14 શખ્સોની અટકાયત, 33 હજારનો મુદ્દામાલ કબ્જે

બે અલગ અલગ જુગારના અડ્ડાઓ પર પોલીસની રેડ, સણોસરાના સાંઢીડા રોડ અને ઝરીયા રોડે પોલીસ બાતમીના ત્રાડકી, બન્ને જગ્યાએ લાઈટના અજવાણે જુગાર ખેલાતો હતો

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નજીક આવેલ સોનગઢ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી મળતા સણોસરા ગામે સાંઢીડા રોડ અને ઝરીયા રોડે બે અલગ અલગ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 14 જુગારીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે જુગારીઓ પાસેથી અંદાજે 33000 હજારનો મુદ્દામાલ ઝડપી જુગારીઓની અટકાયત કરી હતી પોલીસે જુગારીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ સોનગઢ પોલીસ અધિકારી વાઘેલા અને સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમિયાન પોલીસને બાતમી મળી કે સણોસરામાં બે અલગ અલગ જગ્યાઓ પર જુગાર રમાઈ રહ્યો છે બાતમીના આધારે પોલીસે સણોસરાના ઝરીયા રોડ પર જુગાર રમાઈ રહ્યો હતો તેમજ સણોસરાના સાંઢીડા બહુચરમાતાના મંદિર પાસે લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હતો દરમિયાન પોલીસે રેઇડ કરી બન્ને જગ્યાએ થી ૧૪ ઈસમો સાથે ૩૩૦૦૦ની રોકડ રકમ મળી આવતા ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી


પોલીસે અટકાયત કરેલ જુગારીઓ

(1) સણોસરાના સાંઢીડા રોડથી ઝડપાયેલા જુગારીઓ

(૧) હરેશભાઇ વલ્લાભભાઇ ચૈાહાણ
(૨) સંજયભાઇ વલ્લભભાઇ ચૈાહાણ
(૩) કિશનભાઇ કાળુભાઇ ગોહીલ
(૪) જગદિશભાઇ ઉકાભાઇ ચૈાહાણ
(૫) રસીકભાઇ મેરાભાઇ મકવાણા
(૬) અજયભાઇ રમેશભાઇ ચૈાહાણ
(૭) મુનેશભાઇ વિઠ્ઠલભાઇ પરમાર
(૮) રમેશભાઇ કરશનભાઇ ડાભી

(2) સણોસરના ઝરીયા રોડ પરથી ઝડપાયેલા જુગારીઓ

(૧) મનુભાઇ ભગવાનભાઇ ચૈાહાણ
(૨) સોહિલભાઇ જમાલભાઇ શેખ
(૩) કમલેશભાઇ કાળુભાઇ ખાણીયા
(૪) અશોકભાઇ પરષોતમભાઇ ચૈાહાણ
(૫) ભાવેશગીરી શાંતીગીરી ગૈાસ્વામી
(૬) અમીતભાઇ અમીભાઇ શેખ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here