સોનગઢ પોલીસનું પેટ્રોલીંગ – લોકોને ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરવા અપીલ

હરેશ પવાર
કોરોનાની બીજી લડાઈમાં પણ કોરોના વોરિયર્સ તરીકે પોતાની ફરજ બજાવવા માટે આરોગ્ય, પોલીસ સહિતના તંત્રના કર્મીઓ રાત દિવસ જોયા વગર કામે લાગી ગયા છે. ત્યારે સિહોરના સોનગઢ ગામે પણ પોલીસ વિભાગ દ્વારા કોરોના ગાઈડલાઇનનું કડક પણે પાલન કરવામા આવી રહ્યું છે. જેમાં સોનગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી બી વાઘેલા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા કોરોના મહામારી ને લઈ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર માં ફૂટ પેટ્રોલિંગ દરમિયાન લાઉડસ્પીકર સાથે કોરોના મહામારી સામે જન જાગૃતિ અભિયાન સાથે કોરોના ગાઈડ લાઈન નું ચુસ્ત પાલન કરવા, ફરજિયાત માસ્ક પહેરવા, સેનેત્તરાઇઝ નો ઉપયોગ કરવો,કમવગર બહાર ન નીકળવા સહિત બાબતનો અનુરોધ કરવામાં આવ્યો હતો,તેમજ મેઈનરોડ.શાક માર્કેટ .બસ સ્ટેન્ડ સહિત રૂબરૂ મુલાકાત સાથે કોઈ પણ માસ્ક વગર ફરનાર સામે તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here