પોલીસ રેડ દરમિયાન શખસ હાજર ન મળ્યો:૧૧ પેટી દારૂ કબજે
સિહોરના સોનગઢ પોલીસે મળેલ બાતમી આધારે વિદેશી દારૂની ૧૧ પેટી વિદેશી દારૂ સાથે કાર કબજે લીધી હતી અજાણ્યા શખસે કારમાં દારૂનો જથ્થો છુપાવી વાડામાં પાર્ક કરી કાર રાખેલ હતી પોલીસ રેડ દરમિયાન શખસ હાજર મળી આવ્યો ન હતો.જયારે પોલીસે પ્રોહિબીશન એકટ તળે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સોનગઢના ટંડેલીયા ચોકવાળા ખાંચામાં રહેતા અજયસિહ બળવંતસિહ ગોહિલે પોતાના કબજા ભોગવટાના વાડામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર પાર્ક કરી રાખેલ હોવાથી પુવઁ બાતમીના આધારે સોનગઢ પોલીસે રેડ કરી તપાસ હાથ ધરતા કારમાં છુપાવી રખાયેલ વિદેશી દારૂની જુદીજુદી બ્રાન્ડની ૭૨ બોટલ(૧૧ પેટી)મળી મુદ્દામાલ કબજે લઈ શખસ સામે પ્રોહિબીશન એકટ તળે ગુનો દાખલ કયોઁ હતો.સોનગઢ પોલીસની રેડ દરમિયાન શખસ હાજર ન મળી આવ્યો હોવાનું પોલીસ જણાવ્યું હતું.