
દેવરાજ બુધેલીયા
સિહોર સાથે ભાવનગર જીલ્લાના વિવિધ ગામોથી અભ્યાસ અર્થે અપડાઉન કરી કરી રહેલા વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં ભારે તકલીફ પડી રહી છે. વારંવાર સર્વર ડાઉન હોવને કારણે છાત્રોને લાંબા સમય સુધી ખોટીપો કરવો પડે છે. તો અમુક છાત્રોને પાસ કાઢી આપવાની ના પાડવાના કિસ્સા પણ બની રહ્યા છે. છાત્ર વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર જીલ્લાના વિવિધ ગામડાંઓથી સિહોર સાથે ભાવનગર શહેરની સ્કૂલો અને કોલેજોમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ એસટી તંત્રના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એક તરફ વિદ્યાર્થીઓને છેલ્લા દિવસોમાં મહિનાથી ઓછો સમય હોવા તેવા દિવસોમાં પાસ કાઢી આપવાનો ઇન્કાર કરી દેવામાં આવે છે. જ્યારે બીજી તરફ પાસ કઢાવતી વખતે સર્વર ડાઉન હોવાને કારણે વિદ્યાર્થીઓને કલાકોના કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની નોબત આવે છે.