ધોરણ-10નું મંગળવારે જાહેર થશે પરિણામ, Gseb.org પર જોઈ શકાશે પરિણામ, 8.40 લાખ રેગ્યુલર વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

શંખનાદ કાર્યાલય
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ચાલુ વર્ષે લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 9 જૂનના રોજ(આવતીકાલે) જાહેર કરવામાં આવશે.આ પરિણામ સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે તેવી જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org જોઇ શકશે. નોંધનીય છે કે, આ વર્ષે ગણિતનું પેપર અઘરુ હોવાથી પરિણામ નીચું જવાની શક્યતા છે.

તો આ વર્ષે પરીક્ષાની પેટર્ન બદલાતા પરિણામ પર અસર પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, 934 પરીક્ષા કેન્દ્રો પર 81 ઝોનમાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધોરણ-10માં રેગ્યુલરમાં 8 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 2 લાખ 25 હજાર રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષે 125 જેલના કેદીઓએ પણ પરીક્ષા આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here