એક સપ્તાહ બાદ પણ મહેસૂલ કર્મચારીઓ અડગ, મહેસૂલ વિભાગ વાટાઘાટો કરવા તૈયાર નથી, માંગણીઓ પૂર્ણ ન થાય તો ફરી ઉગ્ર આંદોલનનો તખ્તો તૈયાર

અહેવાલ હરીશ પવાર
છેલ્લા એકાદ સપ્તાહથી સિહોર સાથે જિલ્લા અને રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે જેના કારણે રાજ્યની મામલતદાર કચેરથી માંડી કલેક્ટર કચેરી અને સચિવાલય સુધી સરકારી કામકાજ પર અસર પહોંચી છે. એટલી હદે કે, આખાય ગુજરાતમાં ઇ-ધરા કેન્દ્રો, જનસેવા કેન્દ્રો પણ ઠપ પડયાં છે જેના લીધે લોકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.

સરકારી કચેરીઓમાં મહેસૂલ વિભાગમાં ફાઇલોના ઢગલાં થયાં છે.આ તરફ, મહેસૂલ કર્મચારીઓ પોતાની માંગ સાથે અડગ રહીને આંદોલનને આગળ ધપાવી રહ્યાં છે. ગુજરાતમાં પહેલીવાર એવુ બન્યું છેકે, ભાજપ સરકાર જાણે આંદોલનમાં ઘેરાઇ છે. મહેસૂલ કર્મચારીઓએ પોતાન પડતર પ્રશ્નોના નિરાકરણને લઇને અચોક્કસ મુદતની હડતાલ પાડી છે.

મહેસૂલ કર્મચારી મહામંડળના આગેવાનોનુ કહેવુ છેકે, છેલ્લા કેટલાંય વખતથી સરકારમાં રજૂઆત કરવામાં આવી છતાંય કોઇ ઉકેલ આવી શક્યો નથી. હજુય સરકારે વાટાઘાટો માટે કોઇ તૈયારી દર્શાવી નથી. આ જોતાં કર્મચારીઓએ આંદોલનને વધુ જલદ બનાવવા નક્કી કર્યુ છે.

આ તરફ, મહેસૂલ વિભાગના કર્મચારીઓની  અચોક્કસ મુદતની હડતાલને લીધે મામલતદાર,કલેક્ટર કચેરીથી માંડીને છેક સચિવાલય સુધી તેની અસર થઇ છે કેમકે, જન સેવા કેન્દ્રો,ઇ-ધરા કેન્દ્રો પર સેવાઓ અટકી પડી છે. મહેસૂલના કામકાજ ઠપ થયાં છે. મહેસૂલના લગતાં કામો અટવાઇ પડયાં છે જેના લીધે લોકો પણ મુશ્કેલીમાં મૂકાયાં છે.
હડતાળને લીધે પ્રજાલક્ષી કામો અટવાયાં છે જેના કારણે સરકાર હવે મૂંઝાઇ છે.

સૂત્રોના મતે, સોમવારે મહેસૂલ વિભાગ દ્વારા વાટાઘાટો કરવા તેડુ આવી શકે છે. જો સરકાર પહેલ નહી કરે તો,મહેસૂલ કર્મચારીઓએ આંદોલનને વધુ વેગવાન બનાવવા તૈયારીઓ કરી છે. મહેસૂલ કર્મચારીઓ સરકારના કોઇ વાયદાઓને ગ્રાહ્ય રાખવાના મૂડમાં નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here