બુધવારથી કુવારિકાઓ શ્રદ્ધાપૂર્વક મંદિરમાં પૂજા-અર્ચના કરી ગૌરીવ્રતનો પ્રારંભ કરશે : તહેવારોનો ઉત્સાહ


બ્રિજેશ ગોસ્વામી
મનગમતો માણીગર મેળવવા માટે કુંવારીકાઓ દ્વારા કરવામાં આવતા ગૌરીવ્રતના પ્રારંભ બુધવારના રોજથી થઈ રહ્યો છે ત્યારે સિહોરની કુંવારીકાઓમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બુધવારના રોજથી કુંવારીકાઓ ગોરમાંની પૂજા-અર્ચના કરી વ્રતનો પ્રારંભ કરશે અને પાંચ દિવસ સુધી ઉપવાસ કરશે. ગૌરીવ્રતને લઈ કુંવારીકાઓ દ્વારા સાત જાતના ધાન છાબડીમાં વાવી જવારા ઉગાડવામાં આવ્યા છે અને બુધવારે સવારે મંદિરમાં પૂજા-અચર્ના કરી ગૌરીવ્રતનો પ્રારંભ કરશે. બુધવારના રોજથી શરૂ થતાં ગૌરીવ્રતને લઈ આણંદ જિલ્લાના બજારોમાં હાલ ખાઉંની ખરીદીનો માહોલ જામ્યો છે સિહોર શહેર સહિત જિલ્લાભરમાં વેચાતા સૂકામેવા તેમજ ફ્રુટ જેવી ખાદ્યસામગ્રીના ભાવમાં સામાન્ય વધ-ઘટ જોવા મળી રહી છે.

જો કે ઝાઝો ભાવવધારો ન હોવા છતાં પણ કોરોના ઈફેક્ટને લઈ ઘરાકી જામી ન હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સીંગદાણા, અખરોટ, અંજીરના ભાવમાં સામાન્ય ભાવવધારો નોંધાતા છે. જ્યારે કાજુ, બદામ, દ્વાક્ષ અને કોપરાના ભાવમાં ભાવવધારો નોંધાયો નથી. ગૌરીવ્રત નિમિત્તે અલગ-અલગ વસ્તુઓની ખરીદી ન કરવી પડે તેને ધ્યાનમાં રાખી વેપારીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કુંવારીકાઓ માટે આકર્ષક ગીફ્ટ પેકીંગમાં ખાઉંની વિવિધ વેરાઈટીઓ પેક કરી વેચાણ અર્થે મુકવામાં આવી છે. જો કે બજારમાં મળતા તૈયાર ખાઉંના પેકિંગના ભાવમાં સામાન્ય ભાવવધારો જોવા મળી રહ્યો છે. બુધવારના રોજથી કુંવારીકાઓ દ્વારા શ્રધ્ધાભેર ગૌરીવ્રતનો પ્રારંભ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here