બાડી-પડવાના ખેડૂતો દ્વારા જીપીસીએલ ડમ્પિંગ સાઇટ મામલો કલેકટર સુધી, આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ


બ્રિજેશ ગૌસ્વામી
સુરકા અને હોઇદડ ગામ વચ્ચે આવેલ ગૌચર તેમજ ખાનગી માલિકીની જમીન અચાનક ૨૫ થી ૩૦ ફુટ ઊંચી આવી જતા ગામલોકો માં ફફડાટ વ્યાપી ગયો છે. જે અંગે બાડી પડવા ગામના ખેડૂતો દ્વારા કલેકટર ને રજુઆત કરવામાં આવી. ઘોઘા તાલુકાના બાડી ગામે આવેલ GPCL કંપની દ્વારા લિગ્નાઇટ પ્રોજેક્ટ ચાલુ છે ત્યારે કંપની દ્વારા માઇનિંગ કરી અને લિગ્નાઇટ કાઢવામાં આવે છે, માઇનિંગ નું ડમપિંગ કંપની દ્વારા હોઇદડ અને સુરકા ગામથી તેમજ બાડી પડવા ગામે ગામની નજીક કરવામાં આવ્યું છે.

જે ડંપિંગ ની આજુબાજુમાં હોઇદડ, સુરકા,બાડી, પડવા સહિતના ગામ વચ્ચે આવેલ ગૌચરની તેમજ ખાનગી માલિકીની ખેતીની જમીન અચાનકજ કોઈ ભેદી ધડાકો થયા બાદ આપમેળે ૨૫ થી ૩૦ ફુટ જેટલી ઉપર આવી ગયેલ છે, જે અંગે રજૂઆત કરવા માટે બારી પડવા સહિતના ગામના ખેડૂતો આજે કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા અને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરાઇ હતી જોકે કલેકટર દ્વારા તેમને બાંહેધરી આપવામાં આવી છે કે એક ટીમ મોકલી ત્યાં સર્વે કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here