નગરપાલિકાની તળાજાની ચૂંટણી હાઇવોલ્ટેજ ડ્રામા, સમગ્ર જિલ્લાના રાજકારણમાં હડકંપ

ગૌતમ જાદવ
તળાજા નગરપાલિકામાં ૨૫ વર્ષ બાદ કોંગ્રેસ સત્તા પર પરત ફર્યું છે. નગરપાલિકામાં ભાજપનો ૨૫ વર્ષબાદ પરાજય થતા ભાજપમાં સોપો પડી ગયો છે. જો કે ભાજપના જ આંતરિક સુત્રો અનુસાર અતિઆત્મવિશ્વાસ જ ભાજપને ભારે પડ્યો છે. ભાજપના કેટલાક મહત્વના ઉમેદવારો અને કાર્યકરો વારંવાર અન્યાયને પગલે કોંગ્રેસમાં જતા રહ્યા છતા, સ્થાનિક આગેવાનોએ ધ્યાન આપ્યું નહોતું. તળાજા નગરપાલિકામાં ૨૫ વર્ષ બાદ કોંગ્રેસ સત્તા પર પરત ફર્યું છે. નગરપાલિકામાં ભાજપનો ૨૫ વર્ષબાદ પરાજય થતા ભાજપમાં સોપો પડી ગયો છે.

જો કે ભાજપના જ આંતરિક સુત્રો અનુસાર અતિઆત્મવિશ્વાસ જ ભાજપને ભારે પડ્યો છે. ભાજપના કેટલાક મહત્વના ઉમેદવારો અને કાર્યકરો વારંવાર અન્યાયને પગલે કોંગ્રેસમાં જતા રહ્યા છતા, સ્થાનિક આગેવાનોએ ધ્યાન આપ્યું નહોતું. જેના પગલે નગરપાલિકામાં તળાજા શહેર પ્રમુક તરીકે જેને જીત મેળવી તે વીનુ વેગડે પણ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા શક્તિસિંહ વાળા પણ ભાજપમાંથી જ કોંગ્રેસમાં આવ્યા હતા. જેથી ભાજપને અતિ આત્મવિશ્વાસ મોંઘો પડ્યો તેમ કહી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here