પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કાર્યવાહી, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ૩૮ હોદ્દેદારો સામે કાર્યવાહી જેમાં તળાજાના ૨ આગેવાનોનો સમાવેશ


દેવરાજ બુધેલીયા
૨૪ ઓગસ્ટ ૨૦૨૯ ના રોજ યોજાયેલી સિહોર સહિત નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમમુખની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરના વિરુદ્ધ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પગલા લીધા છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સૂચનાથી તાત્કાલિક અસરથી તળાજાના ૨ સભ્યો સહિત ૩૮ ચૂંટાયેલા સભ્યોને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસ બાદ એક્શનમાં જોવા મળી રહ્યા છે અને તેમણે ૩૮ હોદ્દેદારોને સસ્પેન્ડ કરી દીધા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ એક્શનમાં આવ્યા છે. અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કાર્યવાહી કરી છે.

પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા હોદ્દેદારોને પાટીલે સસ્પેન્ડ કરી દીધા છે. મેન્ડેટનો અનાદર કરનારા સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ થયેલા સભ્યોએ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટનો અનાદર કર્યો હતો જેમાં તળાજા નગરપાલિકાના વિનુભાઈ વેગડ લાડુબેન રાઠોડ સહિત ઉપલેટામાંથી ૧૪, રાપરમાંથી ૧૩, હારીજમાં ૪ ખેડબ્રહ્મામાં ૨ અને થરાદમાં ૩ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here