નાયબ કલેકટર સહિત મહાનુભાવો ના હસ્તે 60 તેજસ્વી વિદ્યાર્થીઓ નું શિલ્ડ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું.

સલિમ બરફવાળા
શિક્ષણ એ અવિરત ચાલતી પ્રક્રિયા છે. “શિક્ષણનું ખરું મૂલ્ય કેળવણી છે.” સાર્થક કેળવણી દ્વારા વિધાર્થીઓની આંતરિક અને બ્રાહ્ય શક્તિનો વિકાસ થાય છે અને પરિણામે વિધાર્થીઓ ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રગતિ કરે છે. શાળાનો શાળાનો ઈનામ વિતરણ કાર્યકમ આ શક્તિને નવી દિશા અને નવું બળ પૂરું પાડે છે. ત્યારે આરાધ્યા વિદ્યાસંકુલ તળાજા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તેજસ્વી પ્રતિભા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શાળા ના 60 તેજસ્વી વિદ્યાર્થીઓ ને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉપસ્થિત સૌ કોઈ મહાનુભાવો નું શાળા સંચાલક વૈભવ જોષી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં તળાજા નાયબ કલેકટરશ્રી દક્ષેશભાઈ મકવાણા એ વિદ્યાર્થીઓ અને વાલી ઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું તેમજ તેમના હસ્તે તેજસ્વી વિદ્યાર્થી ઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જોકર અને વાંદરા ની ધમાલ સાથે નો યોજાયેલ મિમિક્રી. શો એ બાળકો માં ખુબ ઉત્સાહ અને આનંદ પૂરો પડ્યો હતો.

માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભીમજીભાઈ પંડ્યા, જિલ્લા ભાજપના મંત્રી વીણાબેન દવે, હંસાબેન ભાલીયા, પરેશભાઈ જાની, એ.બી. મેર, આઇ.કે.વાળા, હનીફભાઇ તુર્કી, ઘનશ્યામભાઈ બારૈયા, હિંમતભાઈ ડાભી, શિવાભાઈ ગઢવી, પાતાભાઈ દોરાલા, મુકેશભાઈ દવે, મહેશભાઈ પરમાર, મહેશભાઈ રાઠોડ, સહિતના આગેવાનો ઉપસ્થિત રહી શાળાના વિધાર્થીઓને પ્રોત્સાહિત કરી પ્રેરણા પ્રદાન કરી. આ તકે વિવિધ રાજકીય, સામાજિક તેમજ શૈક્ષણિક જગતના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના શિક્ષક ગણે ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here