તળાજામાં દિવાળી જેવો માહોલ-રાષ્ટ્રીયતાની આતશબાજી કરાશે, પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ત્રિરંગા યાત્રાની તૈયારીઓને અપાયો આખરી ઓપ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને અમિત શાહે આપી બન્ને યુવાનોને શુભેચ્છાઓ, સાધુ-સંતો,લોક-સાહિત્યકારો અને સરકારના ચેરમેન મંત્રીઓ આપશે લિલી ઝંડી
દર્શન જોશી
આવતીકાલે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તળાજા ખાતે યોજાઈ રહેલી ભવ્ય ઐતિહાસિક ત્રિરંગા યાત્રાની તમામ તડામાર તૈયારીઓને આખરી ઓપ દેવા સમસ્ત ગ્રામજનો એક થઈને લાગી પડ્યા હતા. તળાજામાં ત્રિરંગા યાત્રા ભાવનગર જિલ્લાની પહેલી 2 કિમિ રાષ્ટ્રધ્વજ સાથેની યાત્રા નીકળશે. તળાજાના આ આયોજન કઈ રાજકીય પક્ષ વગરનું પહેલું મોટા ગજાનું આયોજન છે જેમાં દરેક ભારતીય એક થઈને આગળ આવી ગયો છે જે ખરેખર ગર્વની વાત કહેવાય. વૈભવ જોષી અને આઈ.કે.વાળા દ્વારા આ ભવ્ય રંગારંગ પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે તળાજા તાલુકાની 28 જેટલી શાળા/કોલેજ સંસ્થાઓ જોડાઈ છે.
અહીં ત્રિરંગા યાત્રા માટે દેશના લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવી ને કાર્યને બિરદાવ્યું હતું. આ સાથે ફેમસ જીગલી-ખજૂર કલાકાર દ્વારા લોકોને આ ઐતિહાસિક ક્ષણમાં ભાગીદાર થવા હુંકાર કર્યો હતો. આ રંગારંગ ત્રિરંગા યાત્રામાં 2 ઊંટગાડી,2 ઘોડાગાડી,બગી-પાંચ થી વધારે ડીજે ના સથવારે આ યાત્રાને સાધુ-સંતો, લોક-સાહિત્યકારો, સરકાર ના મંત્રીઓ ચેરમેનશ્રીઓ લિલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવીને તળાજા ના શહેરના માર્ગો ઉપર ત્રિરંગા લહેરાવશે. આ સાથે યાત્રામાં 10 થી વધારે વિવિધ સંદેશ આપતા મોડેલ ઉભા કરવામાં આવશે જેના થી લોકોમાં જાગૃતતા લાવશે. સાથે જ રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં દેશના મહાન શહીદ વિરોની વેશભૂષા ધારણ કરી તેમના વિચારોને રજૂ કરવામાં આવશે. તળાજામાં કોમી એકતા ના દર્શન પણ થશે જેમાં મુસ્લિમ સમાજ દ્વારા યાત્રામાં જોડાનાર છ હજારથી વધુ વિધાર્થીઓને અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવશે આ સાથે યાત્રામાં પણ આર્થિક સહાય ની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત કોઈ જ્ઞાતિ નહિ કોઈ સમાજ નહિ માત્ર એક ભારતીય છું તેવી દિલો કામના સાથે તળાજાના 25 થી વધુ સમાજના આગેવાનો યાત્રાના માર્ગ ઉપર ત્રિરંગા યાત્રાનું સ્વાગત કરીને ભારત માતાનું પૂજન કરીને શહીદોને શ્રધાંજલિ આપશે.
પ્રજાસત્તાક પર્વ ની પૂર્વ સંધ્યા ઢળી ગઈ છે ત્યારે આવતીકાલે સવારે 9 કલાકે તળાજાના નભમાં ભારતીયો નો સૂરજ દેશભક્તિના ઉજાશ લઈને ઊગી નીકળશે અને તળાજા ના વાતાવરણ માં વંદે માતરમ ના નાદથી ગુંજી ઉઠશે ત્યારે સૌને આ ઐતિહાસિક પળના સાક્ષી થવા આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવે છે.